________________
૨૭૯
માંગી લે, વસુદેવે કહ્યું કે હું સ્મરણ કરૂં ત્યારે તમારે આવવું. વસુદેવને વચન આપી તે ચાલી ગઈ, વસુદેવે ત્યાં જઈને પ્રિયંગુસુંદરીની સાથે લગ્ન કર્યા.
વૈતાઢ્ય પર્વત ઉપર ગધસમૃદ્ધ નગરમાં “ગાન્ધાર પિંગલ નામે રાજાની પૂત્રી મશ્કરી કરતાં સુવર્ણપુરમાં સોમશ્રીને મિત્રાચારીના ભાવે બેલી કે “હું તારા પતિને લઈ આવું, તેણી શ્રાવતિ જઈને ત્યાંથી વસુદેવને લાવી સમશ્રીને સમર્પણ કર્યા, વસુદેવ સમશ્રીની સાથે અન્ય સ્વરૂપે રહેવા લાગ્યા. આ વાત જાણીને માનસવેગે તેમની ઉપર આક્રમણ કર્યું. બન્નેમાં ભયંકર વિવાદ નિર્માણ થયે, બને જણે સિંહ રાજાની પાસે ગયા, સૂર્યક આદિ પણ આવી ગયા, બન્ને જણે પિતાપિતાની વાત કહી સંભળાવી, માનસ વેગ સૂર્યકાદિની સાથે મળીને લડાઈ કરવાને માટે તૈયાર થયા, વેગવતીના માતા અંગારવતીએ બે ધનુષ અને બે તૃણ (તીર) જે કે તે દિવ્ય હતા તે આપ્યા, તેના બળથી વસુદેવે બધાને જીતી લીધા, સોમશ્રીની સામે માનસવેગને મજબુત બંધનથી બાંધી લીધે, પરંતુ પોતાની સાસુ અંગારવતીના કહેવાથી તેને છોડી દીધું. ત્યાંથી બધા મહાપુરનગરમાં આવ્યા.
સૂર્ય કે ઘોડાના રૂપમાં વસુદેવ ઉપર આક્રમણ કર્યું. વસુદેવે મુઠીઓના ઘાતથી ખુબ માર્યો, વસુદેવને ગંગા નદીમાં ફેંકી દીધા, ગંગા નદી પાર કરીને વસુદેવ તાપસાશ્રમમાં આવ્યા, ત્યાં તેણે કંઠમાં હાડકાની માળા નાખેલી એક સ્ત્રી જોઈ