________________
૨૭૭
યજ્ઞ પૂર્ણ થયેથી યુવરાજે કામ પતાકાને પિતાના અધિકારમાં રાખી, તાપસ કૌશિકે રાજાની પાસે ફરીથી કામ પતાકાની માંગણી કરી, રાજાએ કહ્યું કે તેણી શ્રાવિકા બની છે. અને કુમારે તેને ગ્રહણ કરી છે. માટે હવે તે બીજા પતિને ગ્રહણ કરી શકે નહી એટલું જ નહિ, મનથી પણ નહિ ઈચ્છે.
આ પ્રમાણે રાજાના કહેવાથી કૌશિક તાપસને ક્રોધ આવ્યો. અને શ્રાપ આપે કે જ્યારે તમે સ્ત્રી સેવન કરશે તે વખતે જ તમારું મૃત્યુ થશે, ચારચંદ્રને રાજ્ય આપી રાજાએ તાપસી દીક્ષાને સ્વિકાર કર્યો, અને વનમાં ચાલી ગયા, પરંતુ રાણીને પ્રથમથી ગર્ભ રહેલે હેવાથી પૂર્ણ માસે પુત્રને જન્મ આપ્યું. તેનું નામ ઋષિદના રાખ્યું.
ચારણશ્રમણોપાસનાથી તેણે શ્રાવક ધર્મ અગિકાર કર્યો. તેણી યૌવનાવસ્થામાં આવી ત્યારે તેની માતા અને ધાવમાતાને સ્વર્ગવાસ થયે, રાજા શિલાયુધ શિકારને માટે ત્યાં આવ્યા. કામથી મેહિત બનીને તેની સાથે વિષયભેગની માંગણી કરી. તેણીએ કહ્યું કે “હું ઋતુવંતી છું.” જે ગર્ભ રહી જાય તે તેને ઉપાય શું કરો ? રાજાએ કહ્યું કે હું શ્રાવસ્તિ નગરીમાં શતાયુધરાજાને પૂત્ર શિલાયુદ્ધ છું; જે તમને પુત્રરત્નની પ્રાપ્તિ થાય તે તમે તેને લઈને મારી પાસે આવજે કે જેથી હું તેને રાજ્યગાદી આપીશ.
તેણીએ અમેઘરત્ન તાપસને વાત કહી બતાવી,