________________
૨૮૦
તાપને પૂછવાથી ખબર પડી કે આ સ્ત્રી જરાસંઘની પૂત્રી નંદીષેણ છે. અને છતશત્રુ રાજાની પત્નિ છે. કોઈ તાપસે મંત્ર તંત્રથી તેણીને બુદ્ધિહીન બનાવી હતી, વસુદેવે વિદ્યાશક્તિથી તેની ઉપર થયેલી મંત્રીક અને તંત્રિક ક્રિયાને દૂર કરી, જિતશત્રુ રાજાએ પ્રસન્નતાથી પિતાની બેન કેતુમતીનું લગ્ન વસુદેવ સાથે કર્યું. દૂત દ્વારા જરાસંઘને ખબર પડી કે આપની પૂત્રી સ્વસ્થ બની ગઈ છે. ત્યારે જરાસંઘે આદર સત્કાર સહિત વસુદેવને બોલાવ્યા. નિમિત્તઆના કથનાનુસાર નંદિષેણને સ્વસ્થ કરનારને પૂત્ર જરાસંઘને મારશે, એ ફ્રેષથી જરાસંઘના રક્ષક વસુદેવને મારવા માટે તયાર થયા, એટલામાં ગૃધસમૃદ્ધ દેશના રાજા ગધારપિંગલે મેકલેલી ભાગીરથી જરાસંઘના. રક્ષક પાસેથી ઝુંટવીને વસુદેવને “ગન્ધસમૃદ્ધ, નગરમાં લાવી, અને પ્રભાવતીની સાથે વસુદેવના લગ્ન થયા.
આ પ્રમાણે પૂર્વ જન્મના તપદ્વારા બાંધેલા નિયાણના ગે વસુદેવ હજારો વિદ્યાધર પૂત્રીઓના ભર્તાર બન્યા, વળી કૌશલ વિદ્યાધરની પૂત્રી કૌશલ્યાની સાથે પણ લગ્ન કર્યા.
| ઇતિ પાંચમે સર્ગ સંપૂર્ણ
છે શ્રી અમમસ્વામિ પ્રથમ ભાગ સંપૂર્ણ