________________
પુત્ર વાસવ ખેચર હાથી ઉપર સ્વારી કરી, ગૌતમના આશ્રમે ગયે. ત્યાં અદ્ભુત રૂપ અને લાવણ્યમય ગીતમની પત્નિ અહલ્યાને જોઈ કામાતુર બનેલા વાસવ ખેચરે તેની સાથે સંભંગ કર્યો. • તે દુષ્કર્મથી વાસવ ખેચરની વિદ્યા નાશ પામી, અને ગૌતમ તાપસે ક્રોધ કરી તેનું લિંગ કાપી નાખ્યું. વસુદેવે નાટક જોઈને પ્રિયંગસુન્દરી પાસે “ના” જવાને નિર્ણય કર્યો, રાતના બધુમતીની સાથે વાર્તા વિનોદ કરતા સૂઈ ગયા, ઉંઘ ઉડી જવાથી રાતના એક દેવીને જોઈ આ કોણ હશે? તે પ્રકારનો વિચાર કરવા લાગ્યા. તે વારે દેવી બેલી વત્સ ! તું શું વિચારે છે? આ પ્રમાણે કહીને વસુદેવને હાથ પકડી દેવી અશકવનમાં લઈ ગઈ, અને કહેવા લાગી.
આ ભરતક્ષેત્રમાં ચન્દનપુર નગરમાં “અમેઘરત્ન” નામે રાજા હતા, તેમને ચારૂમતી નામે રાણી હતી, અને ચારૂચન્દ્ર નામે પૂત્ર હતું, અનંગસેના વેશ્યાની પુત્રી કામ પતાકાની સાથે ચારૂચંદ્રને પ્રેમ હતે.
એક સમય યજ્ઞમાં તાપસે આવ્યા, તેમાં કૌશિક તથા તૃણબિન્દુ ફળે લઈને આવ્યા હતા, આ ફળે કક્યાંથી આવ્યા? આ પ્રમાણે રાજાના પૂછવાથી તે બન્ને તાપસીએ કહ્યું કે હરિવંશમાં આવેલા કલ્પવૃક્ષમાંથી આ ફળે આવ્યા છે. સભામાં નાચતી કામ પતાકાએ ચારચંદ્ર તથા કૌશિકના મન રંજિત કર્યા.