________________
૨૭૪
ઉદ્યાનમાં એક વિચિત્ર દેવમંદિરને જોઈ અંદર ગયા તે તેમાં એક ગૃહસ્થ, કષિ અને ત્રણ પગવાળા પાડાની મૂર્તિ જોઈ આશ્ચર્યથી પૂછયું કે આ શું ?
વસુદેવના પુછવાથી બ્રાહ્મણે જવાબ આપે કે અહીંઆ જિતશત્રુ નામે રાજા છે. તેને મૃગધ્વજ નામે પુત્ર હતું, અને નગરમાં કામદેવ નામે એક ધનવાન શ્રેષ્ટિ હતે. તે એક દિવસ પિતાને ગોકુળમાં આવ્યું, દંડક નામના ગોકુળના અધિકારીએ કહ્યું કે આ ભેંસના પાંચ પુત્રને મેં મારી નાખ્યા છે. આ છઠ્ઠો પુત્ર અતિ સુંદર છે. તેણે બીકના માર્યા મસ્તક ઝુકાવી મારા ચરણમાં પ્રણામ કર્યા છે, જાતિસ્મરણ થયેલું હોવાથી મેં તે પાડાનું રક્ષણ કર્યું. માટે આપ પણ તેને અભયદાન આપો. - શ્રેષિએ દંડકની વાતને માન્ય રાખી પાડાને શ્રાવસ્તિ નગરીમાં લાવ્યા, રાજા તરફથી પણ અભયદાન આપવામાં આવ્યું. નગરમાં તે પાડાને છૂટ મૂકવામાં આવ્યું, મૃગધ્વજ કુમારે એક દિવસ તેને પગ કાપી નાખે, રાજાએ કુમારને કાઢી મૂક્યો, રાજકુમારે વૈરાગ્યવાસિત બનીને પ્રવજ્યા ગ્રહણ કરી, અઢાર દિવસે તે પડે મરી ગયે, દિક્ષા લીધા બાદ બાવીસમા દિવસે મૃગદેવજ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, સુરાસુર નરેન્દ્રોએ ભક્તિથી આવી મહોત્સવ કર્યો અને વંદના નમસ્કાર કર્યો.
પિતાજીએ પાડાની સાથેના વેરનું કારણ પૂછયું. કેવળી ભગવંતે કહ્યું કે અશ્વઝિવ નામે પ્રતિવાસુદેવ હતા,