________________
૨૬૭
તું પણ ઍવીને સેમ રાજાની પુત્રી થઈશ, ઈન્દ્રા ત્સવના સમયે હાથીના તોફાનમાંથી જે તમને બચાવશે તેજ તારો પતિ થશે.
તે બનેને પ્રણામ કરી હું મારા સ્થાનમાં આવી, ત્યાંથી ચ્યવીને હું એમદત્ત રાજાની સામગ્રી નામે પુત્રી ઉન્ન થઈ છું. તેણીના મુખથી આ વાત સાંભળી મેં રાજાને વાત કરી, એટલે તે કારણથી સર્વે રાજકુમારને સેમદત્ત રાજાએ વિદાય કર્યા છે. આપે તેની હાથીના તેફાનમાંથી રક્ષા કરી છે. એટલે રાજાને વાત ઉપર વિશ્વાસ આવી ગમે છે.
આપને રાજમહેલમાં લઈ આવવા માટે મને રાજાએ મેક છે, તો આપ શ્રી મારી સાથે મહેલમાં પધારો અને રાજકુમારી સાથે લગ્ન કરે, પ્રતિહારીના કહેવાથી તેની સાથે વસુદેવ રાજમહેલમાં ગયા, સમશ્રી સાથે ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા, લાંબા સમય સુધી ભેગોપભોગ ભોગવ્યા, એક દિવસ વસુદેવ ઉંઘીને ઉઠડ્યા ત્યારે સામગ્રીને નહી જેવાથી વ્યાકુળ બની ત્રણ દિવસ સુધી શુન્ય મનસ્ક બની ગયા, ચોથે દિવસે ઉપવનમાં ફરતાં ફરતાં તેણીને પૂછયું કે “મારે શું અપરાધ હતો કે તુ ત્રણ દિવસ સુધી અદ્રશ્ય રહી.” તેણીએ કહ્યું કે આપના માટે ત્રણ દિવસ સુધી મૌન રહીને વિશિષ્ટ પ્રકારની કીયા અને નિયમનું પાલન કરતી હતી, આપ આ દેવતાની પૂજા કરી ફરીથી મારી સાથે લગ્ન કરે, મારા વ્રતને આ નિયમ છે.