________________
૨૭૦ -
પિતાજીને બાંધી લઈ ગયું છે. તે આપ આપના શ્વસુરને બંધનમાંથી મૂક્ત કરાવી અમને બધાને આનંદિત બનાવો. હમારા વંશમાં આદિ પુરૂષ નમિ અને તેમના પુત્ર, પૌત્રે થયા છે. તેના વંશમાં અરિજયપુરના સ્વામિ મેઘનાદાદિ થયા. સૂભૂમ ચકવતિએ તેમના જમાઈને બ્રાહ્મ, આગ્નેયાદિ દિવ્યાસ્ત્રોની સાથે બે શ્રેણિઓનું રાજ્ય આપ્યું. તેમના વંશમાં રાવણ રાજા થયા, તેમના ભાઈ વિભીષણના કુળમાં મારા પિતા વિદ્યુતવેગ થયા. - આ પ્રમાણે વંશપરંપરાથી આવેલા શાને આપ ગ્રહણ કરે. આ પ્રમાણે કહીને દધીમૂબે દિવ્યા વસુદેવને આપ્યા, વસુદેવે વિધિપૂર્વક ઉત્તર કિયાએથી તેને સાધ્ય કર્યા.
મદનગાના લગ્ન વસુદેવની સાથે થયેલા સાંભળી ક્રોધ રૂપી પર્વતના શિખર ઉપર બેઠેલા ત્રિશિખરે સ્વર્ણ મુખ માયાવી રથ ઉપર બેસીને યુદ્ધનું આવ્હન આપ્યું. દધિમુખ સહિત વસુદેવે યુદ્ધ કર્યું. અને ઈદ્રાસ્ત્રથી તેના માથાને કાપી નાંખ્યું. તેના નગરમાં જઈ વસુદેવે પિતાના સસરા વિદ્યુતવેગને મુક્ત કર્યા. બાદમાં વિદ્યાધરની સાથે ચૈત્યોની યાત્રા કરી ત્યાંથી પાછા આવી મદનગાને વેગવતી કહીને બોલાવી, જેનાથી તે કોપાયમાન થઈ
વિશિખરની પત્ની સુપર્ણખાએ મદનગાનું રૂપ ધારણ કરી વસુદેવના ઘરને સળગાવ્યું. વસુદેવને લઈ તેણે આકાશમાં ઉડી ગઈ પોતાના પતિના મૃત્યુને