________________
૨૬૯ વેગની વિદ્યા, સાધ્ય બની, ચંડવેગ વિદ્યાસાધકે ખુશી થઈને વસુદેવને આકાશગામિની વિદ્યા આપી, ચંડવેગના ગયા બાદ વસુદેવ ગંગાના કિનારે એકાગ્ર ચિત્તથી વિદ્યાસાધન કરી રહ્યા હતા.
તે વખતે વિદ્યુતવેગની પૂત્રી વિદ્યાધરી મદનવેગા કામાતુર બનીને વસુદેવને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ, ઉદ્યાનમાં વસુદેવને પુષ્પશૈયા ઉપર મૂકીને તેણું અમૃતધરા નગરમાં ગઈ. પ્રાતઃકાલે મદનગાના ભાઈ દધિમૂખ, દંડવેગ અને ચંડવેગે આવી વસુદેવને નમસ્કાર કરી પિતાના નગરમાં સન્માન સહિત પ્રવેશ કરાવ્યું, અને મદનગા સાથે વસુદેવના લગ્ન કરવામાં આવ્યા.
એક દિવસ વસુદેવને નમસ્કાર કરીને દધિમૂખે કહ્યું કે તિલકપતન નામના નગરમાં ત્રિશિખર નામે રાજા છે. મારા પિતા વિદ્યુવેગ પાસે તેણે પિતાના પૂત્ર સૂર્યને માટે અભિમાનથી મદનવેગાની માંગણી કરી, મારા પિતાએ તેને પોતાની કન્યા આપવાની ના કહી, કારણ કે ભાગ્યવશાત્ એક વખત મારા પિતાજીએ મદનગાના વિવાહને માટે એક ચારણ ત્રાષિને પૂછ્યું હતું. તેમણે હરિવંશમાં મેતી સમાન વસુદેવનું નામ કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ચંડવેગને ગંગાનદીમાં વિદ્યા સાધતી વખતે તેના ખભા ઉપર પડવાથી વિદ્યા સિદ્ધ થશે, અને ખભા ઉપર પડનાર જ વસુદેવ હશે. આ વાતને જાણી વિદ્યુતવેગે ખાસ કરીને સૂર્યકની વાતને અસ્વિકાર કર્યો. - બળવાન ત્રિશિખર ક્રોધમાં આવી, માતા અને