________________
૨૬૫
લાંબા સમય સુધી રહી ત્યાંથી મલયાચલના અલંકારરૂપ ભદ્રીલ” નામના નગરમાં આવ્યા, ત્યાં આવી પુણ્ય રાજાની પુત્રી પુરૂાની તરફ અત્યંત અનુરાગ ઉત્પન્ન થવાથી તેણીની સાથે લગ્ન કર્યા, તેનાથી ઉત્પન્ન થયેલ પુડ્ડીક નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો, ત્યાં પહેલાંને વરી અંગારક નામે વિદ્યાધર હંસના સ્વરૂપે આવ્યો, વસુદેવનું હરણ કરી ગંગા નદીમાં ફેંકી દીધા, ગંગા નદી પાર કરી,
ડીવાર વિશ્રાંતિ લઈ ઈલાવર્ધન નામના નગરમાં ગયા, એક સાર્થવાહની દુકાનના ઓટલા ઉપર જઈને બેઠા, તે દિવસે સાર્થવાહને ત્રણ લાખને વહેપારમાં નફે થયે.
વસુદેવના પ્રભાવથી આશ્ચર્ય અનુભવતો સાર્થવાહ પાલખીમાં બેસાડી વસુદેવને પિતાના ઘેર લાવ્ય, રત્નાવતી નામે પિતાની પુત્રી સાથે તેના લગ્ન કર્યા.
બીજે દિવસે મહાપુર નગરમાં ઈન્દ્ર મહત્સવ થવાને છે તે સાંભળીને શ્વસુરની સાથે વસુદેવ રથમાં બેસી મહાપુર નગરમાં આવ્યા, નગરની બહાર મેટા પ્રાસાદે જોઈને શ્વસુરને પૂછ્યું કે આ શું બીજું નગર છે? શ્વસુરે કહ્યું કે અહી મદત્ત નામે રાજા છે. તેને ચંદ્રમાને લજજાળુ મનાવે તેવી મુખકાંતિવાળી સમશ્રી નામે પુત્રી છે. તેના સ્વયંવરને માટે આ પ્રાસાદે (મહેલ) બનાવ્યા છે. પરંતુ આવેલા રાજકુમારો રાજકુમારીને માટે એગ્ય નહી હોવાથી તેઓને વિદાયગીરી આપી દીધી છે, તે સાંભળીને વસુદેવે ઈન્દ્રસ્થંભને નમસ્કાર કર્યો, જ્યારે અન્તઃપુરની સ્ત્રીઓ