Book Title: Amam Charitra Part 01
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 276
________________ ૩૬૬ ઈન્દ્રસ્થંભની પૂજા કરવા જઈ રહી હતી, તેટલામાં એક હાથીએ આલાનસ્થ બને તાડી વસુદેવને રથમાંથી ફેંકી દીધા, એકલવાયી સ્ત્રીઓને જોઈ વસુદેવે હાથીને પડકાર કર્યાં, ક્રોધથી ધમધમતા તે હાથી વસુદેવ તરફ દોડ્યો, પરંતુ મહાબલિષ્ઠ વસુદેવે તે હાથીને ક્ષણવારમાં મહાત કર્યાં, ગભરાઈ ગયેલી તે સ્ત્રીઓને જ્યાં ત્યાં પડી જવાથી વાગ્યું હતું. તે સ્ત્રીઓને નજીકમાં રહેલા સ્થાનમાં લઈ જઈ ઉપચાર કરાવી દાસીએની સાથે મહેલમાં મેકલી આપી. કુબેર સાવાહ વસુદેવને શ્વસુર સહિત પેાતાને ઘેર લાવ્યા, નાન ભાજન વિગેરે કાર્યોથી નિવૃત્ત થઈને બધા બેઠા હતા, તે વારે રાજપ્રતિહારી મનેાહારીએ કહ્યું કે આપ સે।મશ્રીના સ્વયંવરમાં પધારા કારણકે તેણીને ખખર છે કે આપ તેના પતિ થવાના છે, કેમકે ‘સર્વાણુ’ સાધુના કૈવલજ્ઞાન મહાત્સવ વખતે આવેલા દેવાને જોઈ તેણીને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, ત્યારથી તેણી ચાગિનીની સાન મૌન ધારણ કરીને રહેતી હતી, બીજે દિવસે તેણીએ મને એકાંતમાં કહ્યું કે શુક્ર કલ્પમાં એક દેવ હતા, હું તેમની પત્નિ હતી, તેમની સાથે અનેક પ્રકારના ભાગોના ઉપભાગ કર્યા, મારી સાથે તેઓ નદીશ્વરાદિ દ્વીપાની યાત્રા કરીને પાછો વળતા હતા, ત્યારે બ્રહ્મલાક નજીકમાં આવતા તેમનુ ચ્યવન થયું. એ કેવળી મુનિઆને જોઈ મેં તેમને પૂછ્યુ કે મારા પતિ સ્વથી ચ્યવીને કયાં ગયા, ત્યારે તેઓએ કહ્યું કે તમારા પતિ હરિવ‘શમાં વૃષ્ણુિ રાજકુલમાં ઉત્પન્ન થયા છે.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292