________________
૨૬ર ઈન્દ્રશર્મા વસુદેવને છોડી ભાગી ગયે ઈન્દ્રશર્માને પકડવા માટે વસુદેવ પાછળ પાછળ ગયા પણ સાંજ પડી ગઈ ત્યારે તૃણશેષ નામના સન્નિવેશમાં વસુદેવ ગયા. રાત્રીએ બહારના દેવમંદિરમાં સૂઈ ગયા, એક રાક્ષસે આવી વસુદેવને ઉઠાવ્યા, તેની સાથે હાથે હાથ, મુઠ્ઠી મુઠીએ, ભૂજાએ ભૂજાવડે યુદ્ધ કરીને વસુદેવે તે રાક્ષસને કૃતાન્ત કરીને અતિ શિથિલ બનાવ્યો, પ્રાતઃકાળ થતાની સાથે લેકે એકત્રિત થયા, વસુદેવની સાથે રાક્ષસને જોઈ લેકે હર્ષમાં આવી વસુદેવની સ્તુતિ કરવા લાગ્યા.
સીતાજીના ઉદ્ધાર માટે રાક્ષસને મારી વિશ્વમાં અને ભયદાન આપવાવાળા આપ સાક્ષાત્ “રામ છે” એ પ્રમાણે બોલતાં નગરજને વાજીંત્રના નાદથી આકાશમાં કલરવના. પડઘા પાડતા નગરજનેએ વસુદેવને નગર પ્રવેશ કરાવ્યું, જાણે કે લગ્ન કરવા માટે જ ન આવ્યા હોય તેવી રીતે તે લેકેએ વસુદેવને પાંચસે કન્યાઓ બતાવી, પરંતુ તેમણે તે વાત ત્યાંથી અટકાવી શરૂઆતથી રાક્ષસ સુધીને વૃત્તાંત પૂછયો.
કલિંગ દેશભૂષણ શ્રીકાંચનપુર નગરમાં પ્રથમ જિતશત્રુ નામના રાજા હતા, તેમને પોતાના દેશમાં “અમારીપડહ વગડાવી હતી, પરંતુ દાસ નામે તેમને પુત્ર માંસભક્ષણમાં અતિ પાવર હતું, માંસભક્ષણ સિવાયનું ભજન તેને રૂક્ષ લાગતું હતું. તેણે પિતા પાસે દરરોજ એક મેરનું માંસ ખાવાની આજ્ઞા માગી. રાજાને વિચાર