________________
૨૬
દેખાય છે. તેના પિતાના પૂછવાથી કરાલ નામના તિષિએ કહેલું કે તેને વેદમાં જે પુરૂષ જીતશે તે પુરૂષ તેણીની સાથે લગ્ન કરશે. તે માટે અહીંના યુવકે બ્રહ્મદત્ત નામના વેદપાધ્યાય પાસે નિરંતર વેદાભ્યાસ કરે છે.
તે સાંભળીને વસુદેવે પણ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. અને ઉપાધ્યાયની પાસે જઈને પોતાની જાતને ગૌતમ ગોત્રના સ્કેન્દિલ નામના બ્રાહ્મણ તરીકે ઓળખાવી, વેદાભ્યાસની ઈચ્છા પ્રગટ કરી. ઉપાધ્યાયે પિતાના પૂત્રની માફક તેને વેદાધ્યયન કરાવ્યું. થોડા દિવસમાં વસુદેવ વેદરહસ્યજ્ઞાતા બની ગયે, વાદમાં સમશ્રીને જીતી તેની સાથે લગ્ન કર્યા, કુતુહલ પૂર્વક તેણીની સાથે વસુદેવ ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે ઈદ્રશર્મા નામના ઈન્દ્રજાલિકને જે, તેની ચિત્રકરી વિદ્યા જોઈને વસુદેવે તે વિદ્યાની માંગણી કરી, ઈન્દ્રશર્માએ ને માંગણીને સ્વિકાર કર્યો, અને કહ્યું કે સયા સમયથી સૂર્યોદય સુધી સાધના કરવાથી - આ વિદ્યા સિદ્ધ થાય છે. તેમાં અનેક વિદને આવે છે. માટે સહાયકની જરૂર રહેશે.
“પરદેશી છું. સહાયક કયાંથી લાવું? આ પ્રમાણે વસુદેવના કહેવાથી તેણે કહ્યું કે હું પ્રિયાની સાથે તમને સહાયતા કરીશ. તેનાથી ઉત્સાહિત બની વિદ્યા ગ્રહણ કરી જાપની શરૂઆત વસુદેવે કરી, રાતના ઈદ્રશર્માએ વસુદેવનું હરણ કર્યું. ઉપસર્ગ સમજીને વિશ્વાસ પૂર્વક જાપ ચાલુ રાખ્યા, પ્રાતઃકાલ થતાની સાથે જ ઈન્દ્રજાલિક