________________
૨૫૯
જ્વલનપુત્ર અંગારક ખેચરેન્દ્ર નિસ્તેજ બનીને વિદ્યાઓ સાધે છે. તેની વિદ્યાઓ મહામુશ્કેલીઓ સિદ્ધ થાય તેમ છે. પરંતુ તમારા દર્શનથી તેની વિદ્યાઓ જલ્દીથી સિદ્ધ થશે, પરોપકાર પ્રેમી તમારે ત્યાં જલદીથી જવું જોઈએ. ત્યાં જવું ઠીક નથી તેમ કહેવા છતાં પણ તેણે વસુદેવને ત્યાં લઈ ગઈ.
વૈતાઢ્ય પર્વત ઉપર શિવમન્દિર નગરમાં શ્રી સિંહ દંષ્ટ્રની વિનંતિથી વસુદેવે નિલયશાની સાથે લગ્ન કર્યું. તે વખતે “મેટા, કલરવને અવાજ આવવાથી વસુદેવે પૂછ્યું તે પ્રતિહારીએ કહ્યું કે આ પર્વત ઉપર અતિ વિશાલ શકટમૂખ નામે એક નગર છે. નીલવાન્ નામે તે નગરનો રાજા છે, તેને નિલવતી નામે રાણી છે. નીલ નામે પૂત્ર છે. અને નિલંજના નામે પૂત્રી છે. તે બન્ને ભાઈ બહેને પ્રતિજ્ઞા કરી હતી કે આપણું સ્નેહ વૃદ્ધિના કારણરૂપ આપણા પુત્ર પૂત્રીના વિવાહ પરસ્પર કરવા, આપની આ પત્નિ નિલયશા તે નિલાંજનાની પુત્રી છે. નિલયશાના મામા નિલને નિલકંઠ નામે પૂત્ર છે. નિલે પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર પોતાના પૂત્રની સાથે વિવાહ કરવા માટે નિલાંજના પાસે નિલયશાની માંગણી કરી, નીલયશાના પિતાએ બૃહસ્પતિ મુનિને પૂછેલું કે આ મારી પૂત્રીને ભર્તાર કેણ થશે ? તે વારે બૃહસ્પતિ મુનિએ કહેલું કે યદુવંશી અર્ધા ભારતના અધિપતિ કેશવ, (કૃષ્ણ) ના પિતા સાક્ષાત્ દેવસ્વરૂપ વસુદેવ તેના પતિ થશે.