________________
ર૫૩ -
માટે જ થતી હતી, આપને અત્રે બોલાવવા માટે જ મેં આ બધું કર્યું હતું કેમકે નિમિત્તીઆએ આપનું આગમન અહીંઆ થશે જ તેમ અગાઉથી જણાવી દીધું હતું.
ચારૂદત્તે આ પ્રમાણે ગન્ધર્વસેનાનું વૃત્તાંત કહી બતાવ્યું. જેનાથી વસુદેવ પ્રભાવિત બન્યા, અને બહુમાનપૂર્વક ગન્ધર્વસેનાની સાથે કીડાઓ કરવા લાગ્યા.
વસન્તોત્સવને માટે ગન્ધર્વસેનાની સાથે રથ ઉપર આરૂઢ થઈ ઉદ્યાનમાં જતી વખતે વસુદેવે માતંગથી પરિવરેલી રૂપયૌવના માતંગ કન્યાને જોઈ, ગાન્ધર્વસેનાએ પરસ્પર બનેને સવિકાર જોઈને કેપદષ્ટિથી સારથીને રથ જલદીથી ચલાવવા માટે કહ્યું. વસુદેવ ઉપવનમાં જઈને ગન્ધર્વસેનાની સાથે ફરીને તથા અનેક પ્રકારની કીડાઓને કરી ચંપાપુરીમાં આવ્યા, ત્યાં તે માતંગના ટોળામાંથી આવી વૃદ્ધમાતંગીએ આશીર્વાદ આપી વસુદેવને કહ્યું કે – - પ્રાચીન સમયમાં દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રી રાષભદેવ પ્રભુએ રાજ્યનું વિભાજન કરી પોતાના સો પુત્રને જુદા જુદા દેશે આપી દીધા, તે વખતે નમિ–વિનમિ પ્રભુની સાથે નહાતા, પ્રભુએ દીક્ષા લીધી ત્યારબાદ તેઓ બનએ રાજ્યના માટે વ્રતસ્થ પ્રભુની સેવા કરવા માંડી, તે બન્નેની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈને ધરણેન્દ્રએ તે બન્નેને વૈતાઢચ પર્વત ઉપર વિદ્યાધર શ્રેણીઓથી ઉજીત આધિપત્યવાળું રાજય આપ્યું. ઘણા સમય સુધી રાજ્યધુરા વહન કર્યા બાદ
૧૭