________________
ર૫૫ કરીને રૂદ્રદત્તના હાથે મરી, સૌધર્મ દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયે, તેથી આ દયાળુ ચારૂદત્ત મારા ધર્મગુરૂ છે. એટલે મેં તેમને પહેલે નમસ્કાર કર્યો છે. મેં કમનું ઉલંઘન કર્યું નથી. તેની વાણી સાંભળી તે વિદ્યાધરોએ કહ્યું કે ઉપકારી ચારૂદત્તનું જે જીવન છે તે જ શ્રેષ્ઠ જીવન છે. કેમકે મારા પિતાજી જેઓ હાલમાં મુનિ અવસ્થામાં છે. તેની ઉપર પણ દીક્ષા પહેલાં ચારૂદત્ત ઉપકાર કર્યો હતો, અને તમારા પણ પ્રાણદાતા છે. દેવે ચારૂદત્તને પ્રાર્થના કરી કે આપના ઉપકારનો બદલે હું વાળી શકતા નથી તે પણ આપ મને અવશ્ય કાંઈ પણ કાર્ય કરવાનું કહે “તમારા માટે આ લોકમાં કઠીનમાં કઠીન કામ કરવા તૈયાર છું.” ચારૂદત્તે કહ્યું કે “જ્યારે કોઈ કામ માટે હું સ્મરણ કરૂં ત્યારે તમારે હાજર થવું, ” દેવ પિતાના સ્થાને ગયે. - વિદ્યાધરો ચારૂદત્તને વૈતાઢય પર્વત ઉપર શિવમન્દિર નગરમાં લઈ ગયા. વિદ્યાધર તથા તેની માતા તરફથી સત્કાર પામેલે ચારૂદત્ત આનંદપૂર્વક રહેવા લાગ્ય, વિદ્યાધરોએ પિતાની બહેન ગન્ધર્વસેના ચારૂદત્તને બતાવી કહ્યું કે દીક્ષા લેતી વખતે પિતાજીએ આજ્ઞા કરી છે કે “ગાન્ધર્વવિદ્યામાં જીતનાર પૃથ્વી ઉપર રહેવાવાળા વસુદેવની સાથે ગાધર્વસેનાનું લગ્ન થશે.” એ પ્રમાણે જ્ઞાનીઓનું કથન છે. તમે પૃથ્વી ઉપર રહેવાવાળા ચારૂદત્તને આ કન્યા આપજે. કારણકે તેની સહાયતાથી વસુદેવ સાથે તેના લગ્ન