________________
૨૫૩ કે યજ્ઞમાં બલિદાન આપવા માટે લાવવામાં આવેલા પશુઓનું તમે હરણ કરે, મહાકાલે વિર્ભાગજ્ઞાનથી પશુએનું હરણ કરનાર વિદ્યાધરને ઓળખે, મહાકલ વ્યંતરે વિદ્યાધરની વિદ્યા નષ્ટ કરવા માટે રાષભદેવ પ્રભુની પ્રતિમા રાખી. જેનાથી તે ખેચર ચાલ્યા ગયા. નારદજી પણ બીજી જગ્યાએ ચાલ્યા ગયા, મહાકાલ વ્યંતરે માયાથી સુલસા સહિત સગરને યજ્ઞમાં બાળી નાખી પિતે આનંદ માનતો ચાલ્યા ગયે, આ પ્રમાણે મહાકાળના બળથી પર્વત દ્વારા પ્રવર્તેલી જીવ હિંસાવાળા ય આજે પણ લોકો કરી રહ્યા છે. આ પ્રમાણે પરંપરાથી આવતા મન્નેને, શાસ્ત્રોના પાઠને વિકૃત રીતે રજુ કરવાવાળાઓ પણ ઘણું છે. મન્નેનો ઉદ્ધાર કરી પિપ્પલાદે અથર્વવેદની રચના કરી, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે.
કાશીનગરમાં સુભદ્રા અને સુલસા નામની વિદુષિઓ વેદવેદાંત પારંગત, તર્ક તથા શાસ્ત્રામાં નિષ્ણાત ઘણું શિષ્યાઓથી પરિવરેલી બે પરિત્રાજિકાઓ રહેતી હતી, તે નગરના ઘણા વાદીએ તે બન્નેની સાથે વાદ કરતાં હારી. ગયા હતા. - એક વખતે યાજ્ઞવલ્કય નામના પારિવાજ, પણ તે બનેની સાથે વાદ કરવા માટે ત્યાં આવ્યા, તેમાં સુલસા હારી ગઈ અને યાજ્ઞવલ્કયની દાસી બની, યાજ્ઞવલ્કય અને સુલસા અને કામાધીન બની ગયા, અનુક્રમે તે બનેથી એક પુત્રને જન્મ થયો, લોકાપવાદના ભયથી તરતજના