________________
૨૫૬
થશે, માટે આપશ્રી આપની સાથે અમારી બેન ગન્ધર્વસેનાને સાથે લેતા જાવ.'
આ પ્રમાણે કહીને તેઓ જવા નીકળ્યા, ત્યાં દેવ પિતાના વિમાન સહિત ચારૂદત્તની પાસે આવ્યો, દેવ તથા પરિવાર સહિત વિદ્યાધરએ આકાશ માર્ગે વિમાન દ્વારા ચારૂદત્તને ચમ્પાપુરી પહોંચાડ્યા, તે દેવે સુવર્ણ, મોતી, રત્નો વિગેરે ખુબ જ ધન આપ્યું. રાજા તથા નગરજનોની સામે દાસીઓ દ્વારા સ્તુતિ કરાતા ચારૂદત્તને પિતાના ઘરમાં પ્રવેશ કરાવ્યું, હે સાધે! હું જાઉં છું. આ પ્રમાણે કહીને વિદ્યાધરો સહિત તે દેવ પિતાના સ્થાનકે ગયે.
આખા જગતને આનંદ આપવાવાળા કલાનિધિ ચંદ્રમાની જેમ પિતાના પતિ ચારૂદત્તને જોઈ મિત્રવતીએ હર્ષોલ્લાસ પૂર્વક સ્વાગત્ કર્યું. મામા (સસરા)એ સવારે સૂર્યોદય વખતે આવીને પ્રસન્નતાપૂર્વક ચારૂદત્તના આગમનને વધાવી લીધું. નદીની જેમ નાની વેણીને બાંધીને વિરહથી દુઃખિત અને કૃશ વસન્તસેનાને પણ ઇચછાનુસાર ધન આપી વિદાય કરી, હે વસુદેવ! હું તે જ ચારૂદત્તા છું કે જે ચારૂદત્તનું મેં જીવન વૃત્તાંત તમેને કહ્યું. આ ગન્ધર્વસેના એ જ છે કે જે અમિતગતિ વિદ્યાધરની પુત્રિ છે. માટે મેં આપને કહ્યું હતું કે આપ આને વણિકપુત્રી સમજીને અપમાનિત કરશે નહી. અને આટલા માટે જ તેણીએ વિણવાદનમાં જીતે તેને પરણવું એવો નિયમ રાખ્યું હતું, અને દર મહીને કલાવિદેની પરીક્ષા એટલા