________________
૨૩૭
બનેલા પુરૂષનું ભક્ષણ (સર્વ લઈ લેવું) કરવું જોઈએ.. માતા-પિતાએ ચારૂદત્તને બાર વર્ષમાં સોલ કરોડ સોનામહેર ઉપભેગ માટે આપી, જેવી રીતે કવિ રસમય ભાવનાથી એકચિત્ત બનીને કમાણીને વિચાર નથી કરતા. તેવી જ રીતે કામાંધ પુરૂષે પણ કોઈ દિવસ અર્થક્ષયને વિચાર કરતા જ નથી. માતા-પિતાના મૃત્યુના સમાચાર, વિષયી અને લંપટ ચાદરૂત્તના કાનને સ્પર્શ પણ ન કરી શક્યા. મૃત્યુ વખતે ભાનુશ્રેષ્ટિ અને સુભદ્રાએ પુત્રવધૂ મિત્રવતીને શિખામણ આપેલી કે જેથી તે કુલીન મિત્રવતીએ ડુંક ધન ચારૂદત્તને મોકલાવેલું, ત્યારબાદ કલિંગસેનાથી આજ્ઞા અપાયેલી દૂતી ધન લેવા માટે મિત્રવતીના દ્વારે ગઈ, મિત્રવતીએ પોતાના શરીર ઉપરના તમામ આભૂષણે ઉતારીને તથા કપાસ કાંતવાના (રેટીઆદિ) તમામ સાધને એક પેટીમાં ભરી, તે પિટી દૂતીને આપી, દૂતીએ દ્રવ્યને અંત આવી ગયેલ છે જાણીને દયાથી તે પેટી મિત્રવતીને પાછી આપી, અને પ્રતિએ જઈને વસન્તસેનાને કહ્યું કે હે માતા! ધન સમાપ્ત થયું છે. હવે ચારૂદત્તને અહીંથી કાઢી મૂકે. દેવતાઓ પણ હિમાદ્રિને છેડી હેમાદ્રિને સેવે છે. તે પછી અર્થ લુબ્ધ ચિત્તવાળી વેશ્યાઓને તે કહેવાનું હોય જ નહી ?
ચારૂદત્ત પ્રત્યે અનુરાગવાળી વસન્તસેનાએ તેને છોડવાની ના, કહી ત્યારે કલિંગસેનાએ તેનું પૂબ જ અપમાન કર્યું. અપમાનિત ચારૂદત્ત ત્યાંથી નીકળીને ઘર તરફ ચાલે,