________________
'
- ૨૪૮
'
શકતા નથી. ચારૂદત્ત વિચારવા લાગે કે વિધાતાને વિલાસ પણ અજબ પ્રકાર છે. “ક્યાં મહા ભયંકર ઘોર જંગલ” ક્યાં આ મહામુનિશ્વર” આ મહામુનિશ્વર મને ક્યાંથી એાળખે ? ફરીથી મુનિ બેલ્યા હે કલ્યાણિન ! સિધુના કિનારા ઉપર જે ખેચરને છોડવેલ હતા, તે હું જ અમિતવેગ નામને વિદ્યાધર છું. સ્ત્રી હરણ કરવાવાળા ધૂમશિખની પાછળ હું પડ્યો, તેને મેં અષ્ટાપદની પાસે પકડ હતું. મારી સ્ત્રીને મારી બીકથી છેડીને તે ભાગી ગયે હતા, અને અષ્ટાપદ ઉપર ચાલ્યો ગયે હતે.
મારી પ્રાણ પ્રિયાને લઈને મારા નિવાસસ્થાને આવ્યો, શાન્ત સ્વભાવ હીરણ્યકુંભ અને સ્વર્ણકુમ્ભ નામના બે ચારણમુનિ નગરના શિવમંદિરમાં સમેસર્યા, પિતા મહેન્દ્ર વિક્રમ તેમની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત બન્યા, મને રાજ્ય આપી પિતાજીએ તેમની પાસે દીક્ષા લીધી, મનેરમાથી મારે ત્યાં સિંહયશ અને અવરેહગ્રીવ નામે બે પુત્ર થયા, અને વિજયસેના નામની પત્નિથી સર્વ ગાન્ધર્વ વિશારદા ગાન્ધર્વસેના નામની પુત્રી થઈ.
અનુક્રમે બને પુત્રને રાજ્ય અને યુવરાજપદ આપીને ધર્મ શ્રવણ દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરી મેં દીક્ષા ગ્રહણ કરી છે. ક્ષીરદધિસમુદ્રની મધ્યે કુમ્ભકંઠ નામના દ્વીપને વિષે અલંકારરૂપ આકર્કોટક નામના પહાડ ઉપર ગુરૂમહારાજની આજ્ઞાથી તપસ્યા કરું છું. હે ચારૂદત્ત ! મેં તને મારે જીવન વૃતાંત કહ્યો. હવે તું તારે વૃતાન્ત મને કહે. આ