________________
સર્વે જીવોના આત્માને પિતાના આત્માની જેમ માને છે. કર્મથી અને નામથી રૌદ્ર સ્વરૂપી રૂદ્રદત્તે કહ્યું કે આ બકરા તમારા નથી. આ બાબતમાં તમને બોલવાનો કોઈ અધિકાર નથી. આ પ્રમાણે કહીને ક્રોધાવેશમાં આવી પિતાના બકરાને પહેલે માર્યો, ધનાથી આત્માઓને ધિક્કાર છે. કે કર્તવ્યનું ભાન રાખતા નથી. ભયથી કંપતે બીજે બકરે વક નજરે ચારૂદત્ત તરફ જેતે ઉભો રહ્યો અને કાંઈક કહેતું હોય તેમ નજર ફેરવતું હતું ?
દયાળુ ચારૂદત્તે કહ્યું કે હે ભદ્ર! હું તને શૈદ્ર મુદ્રાવાળા રૂદ્રદત્તથી બચાવી શક્તા નથી. તારૂ મૃત્યુ તે અવશ્યભાવી ભાવ નિર્માણ જેવું છે. ભવિતવ્યતાને આધાર ઉપર કોઈપણ દેવ તમારી રક્ષા કરનાર નથી, કર્મની ગતિને કેઈરોઈ રોકી શક્યું નથી. અને રોકી શકે તેમ પણ નથી. માટે તે આર્તધ્યાન છોડી દે, ચારે શરણ અંગિકાર કર, દુષ્કૃત્યેની નિંદા કર, સુકૃત્યની અનુમોદના કર, સર્વ જેને અંતરથી મિચ્છામિ દુક્કડ આપ. કષા, વિષય . અને શરીરાદિની મમતાને છેડી છે.
અઢાર પાપસ્થાનકને સર્વથા છેડી, અનિત્યાદિ બાર ભાવનામાં લયલીન બને, ખાસ કરી મૃત્યુ સમીપ લઈ જનાર રૂદ્રદત્ત પ્રત્યે દ્વેષભાવના રાખશો નહી, બકરાએ પણ મસ્તક નીચુ કરીને જાણેકે સાંભળેલો ધર્મ અંગીકાર કર્યો હોય તેવી રીતે અનિમેષ નજરે સ્થિર ઉભો રહ્યો, તેને સંભળાવવામાં આવતો સુધાસાર નમસ્કાર મહામંત્રનું પાન