________________
- ૨૪૯ પ્રમાણે મુનિના પૂછવાથી ચારૂદત્ત પણ અદિથી અંત સુધી પિતાને જીવન વૃતાંત કહ્યો. એટલામાં અમિતગતિ મુનિન્દ્રને વંદન કરવા માટે સમાનરૂપ અને સમ્પતિવાળા તેમના બને પુત્રે આકાશ માર્ગેથી ઉતર્યા, મુનિશ્વરને વંદન કરીને બેઠા, રૂપની સમાનતાથી શરૂદત્ત બને ભાઈઓને
ઓળખી લીધા. | મુનિએ પણ પુત્રોને ચારૂદત્તને પરિચય કરાવ્યો.
તે બને એ પણ “તાત, તાત” કહીને ભક્તિથી નમસ્કાર કર્યો, તે જ વખતે આકાશથી એક વિમાન નીચે આવ્યું. તેમાંથી નીકળીને એક દેવે પ્રથમ ચારૂદત્તને નમસ્કાર કર્યો, પછી હર્ષથી ત્રણ પ્રદક્ષિણા આપી મહામુનિશ્વરને નમસ્કાર કર્યો, વંદનમાં વ્યુત્કમ થવાથી વિદ્યાધરોએ કહ્યું કે અમે આશ્ચર્ય થાય છે કે આપે પ્રથમ મુનિને વંદન ન કરતાં ગૃહસ્થને કેમ કર્યું? દેવે કહ્યું કે મહાભાગ! આપ બન્નેનું કહેવું યુક્ત છે. પરંતુ આ ચારૂદત્ત મારા ધર્માચાર્ય તથા પૂર્વજન્મના ઉપકારી છે. માટે પ્રથમ વંદનને પાત્ર છે. ત્યારે બંને ભાઈઓએ પૂછયું કે કેવી રીતે ? ત્યારે દેવે પિતાની કથા કહેવાની શરૂઆત કરી.
વારણ યુગલ નામના નગરમાં સૂર્યવંશરૂપ આકાશમાં ચન્દ્રમાંરૂપ અયોધન નામે એક રાજા હતા, સોમવંશમાં ઉત્પન્ન થયેલી અને સાક્ષાત્ રતિના અવતારસમી ! અદિતિ, નામે રાણી હતી, તે બન્નેને સુલસા નામે પુત્રી હતી. પિતાએ તેણીને સ્વયંવર રચ્યું.