________________
૪૭
કરવા લાગે. આ પ્રમાણે સ્થિર અને શુદ્ધચિત્ત બકરાને રૂદ્રદત્ત માર્યો, મરીને તે બકરો દેવગતિમાં ઉત્પન્ન થયો.
ત્યારબાદ રૂદ્રદત્ત છરી (ચાકુ લઈને બકરાને સાફસૂફ કરવા લાગ્યું, સ્વર્ણભૂમિમાં જવાવાળા બે ભાખંડ પક્ષીઓએ મરેલા બકરાની ભસ્યાઓને ઉઠાવી જેમાં બને જણ જુદી ભસ્ત્રામાં હતા. રસ્તામાં ચારૂદત્તની ભસ્રાને બીજા ભાખંડ પક્ષીએ લેવાનો વિચાર કર્યો જેથી બન્ને વચ્ચે ઘોર લડાઈ થઈ. તે વારે ચારૂદત્ત જેમાં છે તે ભસ્ત્રા એક મોટા સરોવરમાં પડી. ચારૂદત્ત અંદર બેઠા બેઠા તે ભસ્ત્રાને છરીથી કાપી પોતે બહાર નીકળે, અગાધ પાણીથી ભરપુર તે સરોવરમાંથી તરીને ચારૂદત્ત બહાર આવ્યું. * ઘણા સમય સુધી સરેવરના કિનારે વિશ્રાંતિ લીધા બાદ આગળ મુસાફરી કરવાની શરૂઆત કરી. સિંહેથી વ્યાપ્ત ભૈરવસમાન ભયાનક જંગલમાં ચારૂદત્તે પ્રવેશ કર્યો, સંસારની સમાન દુસ્તર એવા જંગલમાં ભટકતા ચારૂદત્તે કઈ પહાડ જે, અને તેના ઉપર ગયે તો કાત્સર્ગમાં લીન એવા મહામુનિને જોયા, પુણ્ય વિના તીર્થની પ્રાપ્તિ થતી નથી તેમ જાણી હર્ષોલ્લાસ પૂર્વક મહામુનિને વંદન કરી ચારૂદત્ત બેઠે, મુનિશ્વરે કાર્યોત્સર્ગ પાળીને આશીર્વાદ રૂપી ધર્મલાભ આપે, અને બેલ્યા હે ચારૂદત્ત !
આવી ભયંકર દુર્ગભૂમિમાં તું કેવી રીતે આવ્યું ? - આકાશમાં વિહાર કરતા વિદ્યાધરે, દેવ, દાનવ સિવાય અહી કોઈપણ મનુષ્ય કે ભૂચર પ્રાણીઓ આવી