________________
બહાર આવ્યા બાદ પૂછડું છેડયું. અનેક જગ્યાએ પછાડ લાગવાથી તથા શરીર ઉપર લાગવાથી ચારૂદત્ત બેભાન બની ગયે, ડીક વારમાં જંગલના શિતલ વાયુ વડે તે શુદ્ધિમાં આવ્યું, ત્યાંથી ચાલવા માંડયું. એક જંગલી પાડાએ તેના ઉપર આક્રમણ કર્યું, ચારૂદત્ત વાંદરાની માફક કુદીને એક શિલા ઉપર ચઢી મૃત્યુથી બચવાની કોશિશ કરી, જંગલી પાડાએ શિલાને તેડવાને પ્રયત્ન કર્યો. - તેટલામાં એક અજગરે આવી પાડાને ભરડે દીધે, અજગર અને પાડાની વચ્ચેના યુદ્ધની તક સાધી ચારૂદત્ત પ્રાણ રક્ષાને માટે ભાગી છૂટયો, જંગલની બહાર નીકળે, અને નજીકના ગામમાં ભટકવા લાગ્યું, તે સમયે તેના મામા (સસરા) નો મિત્ર રૂદ્રદત્ત મલ્ય, રૂદ્રદત્ત ચારૂદત્તને ભેજનાદિથી સત્કાર કર્યો, જેનાથી ચારૂદત્ત સ્વસ્થ બને, એક દિવસ રૂદ્રદત્તે કહ્યું કે હે વત્સ! શરીરને કષ્ટ આપવાવાળા જ મનુષ્યો લક્ષમી પ્રાપ્ત કરી શકે છે, માટે આપણે સમુદ્રની મધ્યમાં રહેલા, સ્વર્ણભૂમિ નામના કપમાં જઈએ, તે દ્વિીપ વહેપારીઓ માટે રત્નની ખાણ સમાન છે. ચારૂદત્ત રૂદ્રદત્તની વાત માનીને “અલતા ” આદિ ઘણી વસ્તુઓ લઈને રૂદ્રદત્તની સાથે સ્વર્ણભૂમિ દ્વીપમાં જવા નીકળે. રસ્તામાં ઈષવેગ નામની નદીને પાર કરી, પર્વતમાલાઓની વચમાં થઈને વેત્રવનમાં બન્ને જણ પહોંચ્યા.