________________
२४२
તું હલાવજે. એટલે હું તને ઉપર ખેંચી લઈશ. ત્રિદંડીના કહેવા મુજબ ચારૂદત્ત માંચિ ઉપર બેસી હાથમાં તુંબડી રાખી કુવામાં ઉતર્યો, એટલામાં અંદરથી અવાજ આવ્યું
કુવામાં આવીશ નહી.” ત્યારે ચારૂદત્તે કહ્યું કે તમે કોણ છે? મને કેમ રેકે છે? હું ભાનુપુત્ર ચારૂદત્ત વણિક જાતિને છું. રસ ગ્રહણ કરવા માટે ત્રિદંડી દીનકરપ્રભની આજ્ઞાથી આવી રહ્યો છું ત્યારે કુપમાં રહેલા માનવીએ કહ્યું કે હે આર્ય ! હું પણ આપની માફક ધનાથી હતો, મને પણ ત્રિદંડીએ રસના માટે કુવામાં ઉતાર્યો. - મેં રસ કાઢી તુંબડી તેને આપી અને મનુષ્યનું બલિદાન આપીને રસ કાઢવો જોઈએ” આ નિયમને આધીન તેણે દેરડું છોડી દીધું. પાપી ત્રિદડી ભાગી ગયે, આલંબન વિનાને હું કુવામાં પડ્યો. મારા શરીરનું ભક્ષણ “રસ” દ્વારા થઈ રહ્યું છે. હું અતિશય દુઃખી છું તું અંદર આવીશ નહી. મારા જેવી દશા તારી ન થાય માટે હું તને કહી રહ્યો છું. હવે મારું મૃત્યુ નજદીક છે. માટે તું મને તુંબડી આપ, હુ રસ ભરીને તે તુંબડી તને પાછી આપું છું. તું બહાર નીકળ્યા પછી તે તુંબડી ત્રિદંડીને આપજે, તે પહેલાં આપીશ નહી. કુવામાં રહેલા માનવીએ તુંબડીને રસથી ભરી માંચીની નીચે બાંધી દીધી.
ભાનુપુત્ર ચારૂદત્ત માંચીને હલાવી, ત્રિદંડીએ પહેલાં રસની તુંબડી માંગી, પણ ચારૂદત્તે તે તુંબડી આપી નહી. પાપી ત્રિદંડીએ ચારૂદત્તને બહાર કાઢ્યો નહી. ચારૂદત્ત