________________
૨૪૦
ત્યાંથી તામ્રલિપ્તિ નગર તરફ જતી વખતે દાવાગ્નિથી કપાસના બધા જ ગાડા બળી ગયાં, દુર્ભાગી સમજીને મામાએ ( સસરાએ ) પણ તેને છેડી દીધા. એકલા ચારૂદત્ત અશ્વારૂઢ અનીને પશ્ચિમ દિશા તરફ ચાલ્યા, ભાગ્યવશાત્ અશ્વ પણ રસ્તામાં મરી ગયેા.
ચારૂદત્ત પગે ચાલતા ચાલતા ભૂખ, તરસ અને માના શ્રમથી વ્યાકુલ ખની પ્રિયંગુ નગર આવ્યેા. અપેારના સમયે ખારમાં ચાર રસ્તા ઉપર ફરતા ફરતા પિતાના મિત્ર સુરેન્દ્રદત્તના ભેટા થયા, તેઓ ચારૂદત્તને પેાતાના ઘેર લઈ ગયા, ભેાજનાદિથી તેને સત્કાર કર્યો, પુત્રની સમાન ચારૂદત્ત રહેવા લાગ્યા, કાઈ એક વિક પાસેથી વ્યાજે લાખ સેાના મહેર લીધી, સાગરદત્તના ના કહેવા છતાં ચારૂદત્તે વહાણેા તૈયાર કરી સમુદ્ર માગે પ્રયાણ કર્યું.
ઘણા દિવસેાની મુસાફરી બાદ યમુનાદ્વિપ નામના એક બેટ ઉપર ચારૂદત્ત પહેાંચ્યા, ત્યાં યવિક્રયના વ્યવહાર કરતાં આઠ કરોડ સાનૈયા કમાયા, ખુશી થતા ચારૂદત્ત ત્યાંથી પેાતાના દેશ આવવા માટે નીકળ્યા, પરંતુ દુર્ભાગ્ય વશતાથી પીડિત ચારૂદત્તનું વહાણુ રસ્તામાં ડુબી ગયું, શુભ પૂછ્યાયના વિપાકે કરીને તેને એક લાકડું મળ્યું જેના આધારે ચારૂદત્ત તરતા તરતે સાતમા દિવસે ઉદુમ્બરાવતી વેલા નામના પ્રદેશમાં આવી પહેાચ્યા, નદીમાં સ્નાન કરી, શરીરને સ્વચ્છ મનાવી આગળ ચાલવા લાગ્યા.