________________
૨૩૮
,
માતા-પિતાને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, ત્યારે ચારૂદત્ત શકાતુર બની રડવા લાગ્યા. - મિત્રવતીએ તેને સમજાવ્યું, અને કહ્યું કે હે આર્યપુત્ર! તમે સ્ત્રીની માફક શા માટે રડો છે ? કરેડાની સંપત્તિને ઉપાર્જન કરનાર પિતાજીની માફક તમે પણ વિભવશાળી બની શકે છે, ચારૂદત્ત કહ્યું કે હે કાજો ! ધન વિના ધનની પ્રાપ્તિ થઈ શકતી નથી. હાથી વડે જ. હાથીને વશ કરી શકાય છે, તેમ ધન હોય તે જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. માટે હું તે નિર્ધન છું. તો શું કરી શકું? કોઈ ઉપાય દેખાતો નથી. મારી બુદ્ધિ પણ કિમ કામ કરી શકે ! - મિત્રવતીએ કહ્યું કે હે નાથ ! તમે ચિન્તામાંથી મુક્ત થાઓ, કુટ્ટીનીએ જે આભૂષણે મને પાછા આપ્યા છે. તે આભૂષણ આપશ્રી લે. અને તેને વેચી નાખી વ્યાપાર કરીને દ્રવ્ય પ્રાપ્તિ કરો, પિતાજીની સમાન પ્રતિષ્ઠિત બને, પુરૂષાર્થ કરે કે તરત જ લક્ષ્મી તમારી દાસી બનીને તમારા ત્યાં આવશે. - ગૃહલક્ષમી મિત્રવતિએ દ્રવ્ય અને પુરૂષાર્થ કરવા માટેની હિંમત આપી એટલે ચારૂદત્ત અવિરત પુરૂષાર્થ કરવા માંડ્યો, ચિત્તની સ્થિરતા પૂર્વક બંધ કરવા માંડ્યો, પિતાના મામા અને મિત્રવતીના પિતા હોવાથી સસરાની સગાઈએ બને જણાએ કપાસને ધંધો શરૂ કર્યો, એકદા કપાસની ખરીદી માટે બને જણ ઉશીરાવર્ત નગર ગયા.