________________
૨૩૬
સંબંધીની હકીકત કહી બતાવી, અને વિષય વિવિધ્ય શિખવવાને માટે વિનંતિ કરી. લલિતાએ શેઠની વાતને સ્વિકાર કરી ચારૂદત્તને પિતાની સાથે આવવા કહ્યું તે વારે ચારૂદત્તે પિતાને પૂછ્યું ત્યારે પિતાએ તેને જવા માટે કહ્યું. “પિતાજીની આજ્ઞા શિરેમાન્ય છે.” સમજીને ચારૂદત્ત કુટ્ટીનીની સાથે ઉદ્યાનમાં, સાગરકીનારે, દરરોજ પરિભ્રમણ કરવા લાગ્યાં.
એક દિવસ લલિતા કામરાજની સેના જેવી ગિનીની જેમ પ્રસિદ્ધ, કલિંગ સેનાની પુત્રી વસન્તસેનાના ઘેર ચારૂદત્તને લઈ ગઈ, પહેલેથી જ સંકેત કર્યા મુજબ વેશ્યાએ અત્યન્ત હાવભાવ તથા હાદિથી જેમ બારીક વસ્ત્ર શરીરે ચોંટી જાય છે તેવી રીતે દઢરાગ ચારૂદત્તમાં ઉત્પન્ન કર્યો, વૈશ્યામાં ચારૂદત્તને અત્યંત આસક્ત જાણી લલિતા ત્યાંથી નીકળી ગઈ, ભાનુષ્ટિ તથા સુભદ્રાની પાસે આવી સઘળી હકીકત કહી બતાવી, તે બન્ને જણાએ આનંદ પામી લિલિતાને પારિતોષિક આપી તેણીને વિદાય કરી.
ખરેખર સંસારમાં માતા-પિતાની કેવી કામબુદ્ધિ હોય છે! કલિંગસેનાએ એક દિવસ એકાન્તમાં પિતાની પુત્રિ વસન્તસેનાને કહ્યું કે વત્સ! તું તે પિતે કલાઓમાં નિપુણ છે. તે પછી વેશ્યાઓમાં જે વસ્તુની અધિક આવશ્યક્તા રહેલી છે તે વસ્તુ સ્થિતિ હું તને સમજાવું છું તે તું સંભાળ. ગરૂડ પક્ષિઓ જેવી રીતે સર્પ જાતિને ખાય છે. તેવી રીતે વેશ્યાઓએ પણ પિતાનામાં મોહાંધ