________________
૨૩૪
ચારૂદત્તે તે તલવારના મ્યાનને ખેાલીને જોયું તે તેમાં ત્રણ ઔષધીઓ હતી, ઔષધીઓના પ્રભાવ અચિન્હ હાય છે તેમ જાણીને એક ઔષધી ઘસીને તેના અંગ ઉપર લગાડવાથી ખીલી નીકળી ગઈ, ખીજી ઔષધી ઘસીને લગાડવાથી ઘા રૂઝાઈ ગયા, ત્રીજી ઔષધીએ શ્રેષ્ઠ વૈદ્યની માફક તેને સચેતન બનાવી દીધા, તેણે પ્રાણદાનના ઉપકાર કરવાવાળા ચારૂદત્તની સામે બન્ને સગાભાઈ એ હોય તેવી રીતે પોતાના સઘળા વૃત્તાંત કહી મતાન્યા.
શિવમન્દિર વૈતાઢથ ઉપર રહેવાવાળા ખેચરાધીશ મહેન્દ્રવિક્રમનો હુ. પુત્ર છુ. મારૂં નામ અમિતગતિ છે. એક વખત મારી પોતાની ઇચ્છાથી ધૂમશિખ અને ગૌમુ’ડ નામના મિત્રોની સાથે ક્રીડા કરતા કરતા અમે હિમવત પ ત ઉપર ગયા, ત્યાં હિરણ્યરામ નામના તપસ્વી મામાની સુન્દર અંગાવાળી સુકુમાલિકા નામની પુત્રીને જોઈ. તેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થવાથી કામાધીન બનીને ઘેર ગયા.
મૂઢ ચિત્તવાળા મને જોઈ ને મારા મિત્ર દ્વારા પિતાજીએ કારણ જાણી લીધું. તે કન્યાને ખેલાવી તેણીની સાથે મારા લગ્ન પિતાજીએ કરાવી આપ્યા, પિતાજીની છત્રછાયામાં અનેક પ્રકારનાં સુખા અમેા બન્ને ભાગવતાં હતાં. ભાગ્યવશાત્ ધૂમશિખ સુકુમાલિકા પ્રત્યે અનુરાગી બન્યા, તેઓની ચેષ્ઠાએથી મને ખબર પડી ગઈ, છતાં મિત્ર હોવાથી દાક્ષિણ્યતા વડે મેં તેને રોકયો નહી. અને તેની સાથે અમે અહીંઆ આવ્યા, કેળનું ઘર બનાવી પ્રિયાની સાથે ક્રીડા