________________
૨૩૩ -વસ્તુ સર્વ શ્રેષ્ઠ છે. પણ જે મિથુનાદિના સેવન કરવા છતાં વધ્યત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે તે નિંદનીય બને છે. - એક વખતે ભાગ્યવશાત્ ચારણ મુનિને તે બને પતિ પત્નિએ પુત્રને માટે પૂછ્યું ત્યારે “અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે.” એ પ્રમાણે કહીને મુનિ વિહાર કરી ગયા, અનુકુળ સમયે હૃદયમાં આનંદ આપવાવાળા પુત્રરત્નની પ્રાપ્તિ થઈ વંશવૃદ્ધિની સાથે વાદ્ધનાદિ ઉત્સવ કર્યો, બારમા દિવસે તેનું નામ ચારૂદત્ત રાખવામાં આવ્યું. ધાવમાતાએથી પાલન કરાતો તે પુત્ર જેમ બગીચામાં વૃક્ષે મેટા થાય તેવી રીતે મોટો થયે, યૌવનાવસ્થાએ પહોંચે. એક દિવસ મિત્રની સાથે નદીની રેતીમાં સુકવિની સમાન કેઈ વ્યક્તિના પગલાં જોયાં, તે જોયાં અને વિચાર્યું કે જનાર વ્યક્તિની સાથે રહેવાવાળી કઈ કામિની હોવી જોઈએ, તપાસ કરવાનો નિર્ણય કરી બધા મિત્રે જે બાજુ પગલાં જતાં હતાં તે બાજુએ આગળ વધ્યા, ઘણે દૂર ગયા પછી કેળનું વન દેખાયું. બધા મિત્રે વનમાં ગયા.
ઘણે દૂર સુધી પથરાયેલા વનમાં તપાસ કરતાં વનના મધ્ય ભાગમાં કેળના પાનનું બનાવેલું ઘર જોવામાં આવ્યું, જેની મધ્યમાં પુષ્પૌયા હતી, તેની સમીપમાં એક વૃક્ષની સાથે લેખંડની ખીલીથી જડાયેલા એક મનુષ્યને જોયો. ચારૂદત્તનું હૃદય દયાથી ભરાઈ આવ્યું, તે પુરૂષને મુક્ત કરવાની ચિન્તા તેના દુઃખી હૃદયને સંતાપી રહેલ હતી, બંધનાવસ્થામાં રહેલા પુરૂષની પાસે તલવાર પડેલી હતી.