________________
રર૯
અત્રે રહેવાના છે, સાધુઓ વર્ષોત્રાતુમાં ઘણા જીવની ઉત્પત્તિ થાય છે. તમારા શહેરમાં તેઓના રહેવાથી કોઈપણ પ્રકારે તમને નુકશાન થવાનું નથી. પરંતુ દિનપ્રતિદિન શોભામાં વૃદ્ધિ થવાની છે. ભરતેશ્વરાદિ રાજાઓએ પહેલાના સમયમાં મુનિઓની સેવા કરી હતી, તો તમે ઓછામાં ઓછું રહેવા પુરતી તે જગ્યા આપે, નમુચિએ જવાબ આપ્યો કે તમે અધિક પ્રયાસ ન કરશે, હું કોઈપણ પ્રકારે તેઓને અહીંઆ રહેવા દઈશ નહિ. ત્યારે વિષ્ણુકુમારે કહ્યું કે તેઓને ઉદ્યાનમાં રહેવા જગ્યા આપે.
વિષ્ણુકુમાર મુનિની શક્તિને નહી જાણતે નમુચિ બોલ્યા કે નીચ! ગરીબની માફક જગ્યાની માંગણી શા માટે કરે છે. શ્વેતાંબરોને માટે મારા રાજ્યમાં સ્થાન નથી. તમને જીવવાની ઈચ્છા હોય તો મારા રાજ્યમાંથી ચાલ્યા જાવ, નહિતર સર્વેને વધ કરીશ, નમુચિની વાણી સાંભળી વિષ્ણુકુમાર મુનિને ભયંકર ક્રોધ આવ્યું. પરંતુ પિતાના મુખના ભાવમાં જરા પણ ફેરફાર ન કરતાં કહ્યું કે હે સચિવ! ઓછામાં ઓછી ત્રણ ડગલાં ભૂમિ આપ, ત્યારે નમુચિ જગ્યા આપવા માટે તૈયાર થયે, અને કહ્યું કે ત્રણ ડગલાં ભૂમિની બહાર કોઈ સાધુ આવશે તો હું મારી નાખીશ.
ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે-અસ્તુ, ત્રણ પાદ ભૂમિ આપે, આ પ્રમાણે બલી વિકુમાર મુનિએ પોતાની લબ્ધિવડે શરીરને મોટું બનાવ્યું, ધનુષ્ય, વજ, તલવારને