________________
૨૨૮ પદ્મરાજાના મોટાભાઈ મુનિ છે. જેઓએ છ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કરેલ છે. તેઓ હમણાં મન્દરાચલ પર્વત ઉપર છે.
તેમના વચનથી જ નમુચિ શાંત બની શકે તેમ લાગે છે કારણકે તે પણ પદ્યરાજની જેમજ નમુચિના. સ્વામી હતા, તેમને લઈ આવવા માટે ચારણ લબ્ધિવાળા સાધુ જ જઈ શકે તેમ છે. કેમકે સંઘના કાર્ય માટે લબ્ધિને ઉપયોગ કરવામાં કોઈપણ પ્રકારનો દેષ નથી. એક સાધુએ કહ્યું કે હું આકાશમાગે મેરૂ પર્વત ઉપર જવા માટે તયાર છું પરંતુ પાછા આવી શકાય તેમ નથી. માટે આપશ્રી ઉચિત આદેશ આપ, ગુરૂજીએ કહ્યું કે આવવાની ચિન્તા કરતા નહીં. વિષ્ણુકુમાર તમેને લઈ આવશે.
તે સાધુ મુનિરાજ ગરૂડવેગે મેરૂ પર્વત ઉપર વિષ્ણુકુમારની પાસે ગયા, સાધુને આવેલા જોઈ વિષ્ણુકુમારે વિચાર કર્યો કે સંઘનું કેઈપણ મહાન કાર્ય આવી પડયું છે. માટે જ વર્ષાકાલમાં મુનિરાજ અહીંઆ આવ્યા છે. સાધુએ પિતાનું આવવાનું કારણ બતાવ્યું. અને તરત જ બંને મહામુનિએ હસ્તિનાપુરમાં આવ્યા. ગુરૂમહારાજને વંદન કરી, સાધુઓની સાથે નમુચિની પાસે ગયા, નમુચિ સિવાય રાજાદિ સર્વે જણાએ વિનમ્રભાવે મુનિઓને વંદના કરી.
* વિષ્ણુકુમાર મુનિએ સાધુધર્મના કહેવા મુજબ નમુચિને કહ્યું કે-“આ બધા મુનિએ કાર્તિક મહીના સુધી