________________
૨૧૪
ગાવા લાગ્યા, વીણાને ઉલ્ટી પકડી, તુંબડામાં પગ ભરાવી તંતીને જોરથી ખેંચી કે જેથી દંડ તૂટી ગયે. સુંદર એવી ગાન્ધર્વ વિદ્યાની કુજ વામનના રૂપમાં રહેલા વસુદેવે ખુબ જ નિન્દા કરી અને પિતાની પ્રશંસા અનેક પ્રકારથી કરવામાં લીન બની ગયો. સર્વ વિદ્યાર્થીઓમાં અવેતન હાસ્યાસ્પદ બન્યો. હસવાનું અને આનંદનું પાત્ર માની સર્વ વિદ્યાર્થીઓએ તેનું ગૌરવ કર્યું. વાદને દિવસ આવ્યો. બને ઉપાધ્યાયોની સામેના આસને ઉપર નગરને અને બીજા દેશોમાંથી આવેલા તથા ગાંધર્વ વિદ્યામાં પારંગત વળી ગાંધર્વસેનાને હરાવવાની ઈચ્છાવાળા વિદ્યાથીએ આવીને વિનયપૂર્વક બેસવા લાગ્યા.
સ્કંદિલ પણ લાંબા સમયથી ગાન્ધર્વસેનાને પરાજિત કરવાની ઈચ્છાથી વિદ્યાર્થીઓથી હાંસીપાત્ર બનીને, સુગ્રીવ ઉપાધ્યાયની સ્ત્રી વડે સ્નેહપૂર્વક બહુમૂલ્ય વોથી સુસજિજત, નેપથ્યધારી, ચંદન આદિના વિલેપનથી ચર્ચિત, પુષમાલાથી ભિત, અલંકારથી અલંકૃત રથમાં બેસીને વાદસભામાં હાજર થયો.
આ” “આઓ” આજ તમે તમારી વિદ્યાથી અવશ્ય ગાંધર્વસેનાને જીતવાના છે, આ પ્રમાણે બોલતા બધા યુવકે તેની મશ્કરી કરવા લાગ્યા, મેટા મંચ ઉપર કલ્પિત મહાસન ઉપર તેને બેસાડ્યો, અધ્યાપકેએ તથા પંડિતાએ તેને માટે સત્કાર કર્યો, સભાની વચમાં, સાહેલીઓથી શોભતી, સુંદર માળાઓથી યુક્ત, દાસીઓ દ્વારા