________________
૨૧૨
પક્ષીની જેમ આકાશમાંથી ચમ્પાપુર નગરની બહારના સરોવરમાં આવીને પડ્યા, હંસની જેમ સરોવરની બહાર આવી નજીકમાં આવેલા વનમાં મણિદિપક ચિત્યમાં પ્રવેશ કર્યો, મહાતીર્થ સમજી ભક્તિભાવથી નમ્ર બનેલા વસુદેવે વાસુપૂજ્ય સ્વામિને હર્ષથી નમસ્કાર વંદન કર્યું. કૃતાર્થ બની ત્યાંથી નીકળીને બાકી રહેલી રાત્રી વીતાવી, સૂર્યોદય થતાની સાથે એક બ્રાહ્મણની સાથે ચમ્પાનગરીમાં આવી પહોંચ્યા.
નગરમાં ઠેકઠેકાણે ગાંધર્વલકથી આવેલા હોય તે પ્રમાણે નગરના યુવાન પુરૂષોને હાથમાં વીણું લઈને ફરતા જોયા, વસુદેવના પૂછવાથી બ્રાહ્મણે કહ્યું કે સાક્ષાત્ કુબેર સમાન ચારૂદત્ત નામે નગર શ્રેષ્ઠિ છે. જેમ રત્નાચલને રત્નની કીમત નથી, સમુદ્રને પાણીની કીમત નથી, તેવી જ રીતે ચારૂદત્ત શેઠને ધનની કઈ કીંમત નથી. અઢળક ધન સંપત્તિ ચારૂદત્ત શેઠના ચરણમાં આળોટે છે. તેને ગાન્ધર્વસેના નામે એક પુત્રી છે. અત્યંત વિનય ગુણની ખાણ સમાન છે. સકલ કલાઓની અધિષ્ઠાત્રિ સમાન છે. રૂપમાં તે જાણે ઈદ્રાણી, અપ્સરાઓ અને વિદ્યાધર પત્નિએ તેની આગળ દાસી તુલ્ય અને શ્યામ જણાય છે. પદવાક્ય પ્રમાણ શાસ્ત્રમાં પોતે અધિક પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે.
ગાંધર્વકલામાં તે સરસ્વતી સમાન છે, તેણીની ગાંધર્વકલાને જીતવામાં અસમર્થ એવી સરસ્વતી હાથમાં