________________
૨૧૦
નામની પેાતાની કન્યા સાથે વસુદેવનો વિવાહ કર્યો. શ્યામાના વિણાવાદનથી પ્રસન્ન થયેલા વસુદેવે વરદાન માગવાનું કહ્યું, તેવારે શ્યામાએ કહ્યું કે “હંમેશને માટે આપણે સાથે જ રહીએ ” એક ખીજાનો વિયાગ ન થવે જોઈ એ, આ પ્રમાણે શ્યામાના વચન સાંભળી વસુદેવ બાલ્યા કે હુ શ્યાંમા ! આવું વરદાન માંગવાનું કારણ શું ? ત્યારે શ્યામાએ કારણુ બતાવ્યુ. કે—
વૈતાઢ્ય પર્વત ઉપર કન્નર ગીત નામના નગરમાં અર્ચિ'માલી નામના વિદ્યાધર રાજા હતા, તેમને જવલનવેગ અને અનેિવેગ નામના બે પુત્રા હતા, અર્ચિમાલીએ જ્વલનવેગને રાજ્ય આપી સયમ અંગિકાર કર્યો, જ્વલનવેગને વિમલા નામે અત્યંત પ્રેમાળ અને ગુણવંતી રાણી હતી, અગારક નામે પુત્ર હતા, અશનિવેગને સુપ્રભા નામે પત્ની હતી, અને શ્યામા નામની હું તેમની પુત્રી છું. જવલનવેગ યુવાન રાજાને રાજ્ય આપી સ્વગે ગયા, સહજ શત્રુ અંગારકે થાડાક દિવસે પછી વિદ્યામલે કરી કૂટનીતિથી પિતાનુ રાજ્ય લઈ લીધું. રાજ્ય વહેાણા મારા પિતાજી અષ્ટાપદ ઉપર ચાલી નીકળ્યા, ત્યાં તેમણે અંગિરસ નામનાં ચારણ મુનિને ફરીથી રાજ્ય પ્રાપ્તિને માટે પૂછ્યું. તેવારે મુનિએ કહ્યું કે તમારી પુત્રી શ્યામાના પતિના વૈભવથી કરીથી પ્રાપ્ત થશે. જે કોઈ જલાવત સરાવરના હાથીનો નિગ્રહ કરશે તે જ શ્યામાનો પતિ થશે.
સાધુના વચન ઉપર વિશ્વાસ હોવાથી મારા પિતાજી