________________
૨૦૯
કરી લીધી છે, સંતાષી અને મજબુત મનના વસુદેવે રાત્રી ત્યાં જ પસાર કરી.
સવારના કૌતુક જોવાની ઇચ્છાથી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાની ભાવનાપૂર્વક ત્યાંથી નીકળીને ‘વિજયખેટ’ નગરમાં ગયા, ત્યાં સુગ્રીવ રાજાની અદ્ભૂત ગુણાથી યુક્ત શ્યામા તથા વિજયસેના નામની બે કન્યાઓને કલાયુદ્ધમાં જીતીને તે બન્નેની સાથે લગ્ન કરી, રતિ પ્રીતિની સાથે ક્રીડા કરતા કામદેવની જેમ અનેક પ્રકારની ક્રીડાઓને કરતા વસુદેવ ઘણા લાંબા સમય સુધી સુખપૂર્વક રહ્યા.
સેનામાં સંજયની જેમ, વિજય સેનામાં શૂરવીરતાથી ક્રુર બનેલા હોય તેમ ‘અક્રુર' નામના પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, કાઁથી પ્રેરિત વસુદેવ ત્યાંથી નીકળીને સિંહાની ગર્જનાથી ગાજતા ભયકર જગલમાં આવી પહેાંચ્યા, પાણી પીવાની ઈચ્છાથી જલાવત નામના સરેાવરમાં પાણી પીવા માટે ગયા, એટલામાં એક પહાડ સમા પડછંદ શ્યામવણુ વાળા ગજરાજ દોડતા દોડતા વસુદેવ તરફ આળ્યે, હાથીની કલામાં નિપુણ એવા વસુદેવ સિંહની જેમ તેની ઉપર ચઢી ગયા, મહા મુશ્કેલીથી ન જીતી શકાય તેવી વસ્તુને કલા પારંગતા ક્ષણ માત્રમાં જીતી શકે છે.
અર્ચિમાલી તથા પવન'જયનામના એ વિદ્યાધરે એ પોતાના સ્વામિના હુકમથી વસુદેવનુ હરણ કરી, કુંજરાવત નામના ઉદ્યાનમાં લઈ જઈ મૂકી દીધા, તે ઉદ્યાનમાં અશનિવેગ નામના વિદ્યાધર પતિએ સુંદર અંગાવાલી શ્યામા
૧૪.