________________
અહીં રહેવા લાગ્યા, અને તે વિશ્વ માં તપાસ માટે મેકલવા લાગ્યા, હાથીને શી રીના ઉપર બેઠેલા આપને જોઈ તે બને વિદ્યારે આપને અહીં આ લઈ આવેલા છે. અને આપની સાથે મારા લગ્ન પિતાજીએ કર્યા છે. પહેલાના વખતમાં ધરણેન્દ્ર અને નાગેન્દ્ર વડે અહીંઆ એવી વ્યવસ્થા કરાયેલી છે. જીનમંદિરની સમીપમાં સ્ત્રી સહિત રહેલા કેઈને પણ મારવા નહી. જે મારશે તે તે વિદ્યાધરની વિદ્યા ચાલી જશે. અને અવિદ્યાધર હશે તેની પાસે તે વિદ્યા આવશે. એટલે જ સ્વામિન ! મેં આપની પાસે “અવિયોગ”નું વરદાન માંગ્યું છે. અહીં રહેવાથી દૂષ્ટ એ અંગારક આપને કાંઈ નહિ કરી શકે. આ વૃત્તાંત જાણીને વસુદેવ ત્યાં જ રહેવા લાગ્યા.
એક કાજળઘેરી કાળરાત્રીએ દુષ્ટ અંગારકે વસુદેવનું હરણ કર્યું. જ્યારે શુદ્ધિમાં આવ્યા ત્યારે વિચાર્યું કે કોણ મારૂં હરણ કરે છે ? પછી જ્યારે આંખ ઉઘાડીને વસુદેવ જુએ છે તે શ્યામા સમાન મૂખ જોઈને ઓળખે છે. પાછળથી “ઉભે રહે” ઉભું રહે, બોલતી હાથમાં તલવારને ધારણ કરવાવાળી, મૂખરૂપી ચંદ્રમાંથી આકાશમાં પ્રકાશ કરવાવાળી શ્યામાના જેવી જ બીજી શ્યામાને ઈશ્યામાના રૂપમાં રહેલા અંગારકે તેણીના બે ટુકડા કરી નાખ્યા, બે શ્યામાઓને લડતી જોઈ વસુદેવ સમજી ગયા કે આ માયા છે. વસુદેવે અંગારકને જોરથી મૂઠી મારી, મારથી ત્રાસી ગયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી છોડી દીધા, વસુદેવ