________________
૨૨૦
- દિવસે વિતાવવા લાગ્યા, દઢ સમ્યક્ત્વને ધારણ કરવાવાળી કુમારની માતા જવાલાદેવીએ નવીન સૂર્યરથની સમાન જૈન રથ બનાવ્યો, મિથ્યાત્વ દ્રષ્ટિવાળી કુમારની પત્નિ લક્ષ્મીદેવીએ સ્પર્ધાવશ બ્રાહમ્ય રથ બનાવ્યો, લક્ષ્મીએ રાજાને એકાન્તમાં પ્રાર્થના કરી કે બ્રાહમ્ય રથને નગરમાં પ્રથમ ફેરવ, અને પછી આપની આજ્ઞાથી જૈન રથ પણ ફેરવો. ' જવાલાએ પણ રાજાને આજ્ઞા કરી કે “ પ્રથમ જૈન રથયાત્રા નહીં કરવામાં આવે તે હું અનશન કરીશ.” માધ્યસ્થ વૃત્તિવાળા રાજાએ બને રથયાત્રાએ બંધ રખાવી. માતાના દુઃખથી દુખિત બનેલ મહાપર્વ રાજ્ય છોડીને રાતોરાત હસ્તિનાપુરથી ભાગી છૂટયો, ચાલતાં ચાલતાં એક મહા ભયાનક જંગલમાં તેણે પ્રવેશ કર્યો. ફરતાં ફરતાં તેણે એક તાપસ આશ્રમ જે, તાપસેએ અતિ સુંદર તેનું આતિથ્ય કર્યું કે જેથી મહાપદ્મ પિતાના ઘરની જેમ રહેવા લાગ્યો.
આ તરફ નામથી અને બલથી કાલરાજાના આક્રમણ કરવા વડે કરીને ચમ્પાનરેશ જનમેજય યુદ્ધમાં હારીને ભાગી ગયા, જગલના કપાવાથી કરીને જેમ મૃગલાઓ નાસી જાય તેમ અંતઃપુરની સ્ત્રીઓ દશે દિશાઓમાં ભાગી ગઈ, ચંપાનગરીના રાજાની પુત્રી મદનાવલી ભાગ્યવશાત્ તે તાપસાશ્રમમાં આવી ગઈ કુમાર અને મદનાવલી એક બીજાને જેવાથી પરસ્પર અનુરાગવાળા થયા, કુમાર પ્રત્યે પોતાની પુત્રી મદનાવલીને અનુરાગવાળી જાણી માતા નાગવતીએ સંકેતથી કહ્યું કે