________________
૨૨૩
તેને શ્રીકાન્તા નામે પત્નિ છે. જયચન્દ્રા નામે પુત્રી છે. પિતાને ચગ્ય પતિ નહિ મલવાથી જયચન્દ્રા પુરૂષષિ બની છે. એક દિવસ ભરતક્ષેત્રના તમામ રાજાઓના ચિત્રો તેને બતાવવામાં આવ્યા, તેમાં એક પણ રાજા તેને પસંદ પડ્યો નહી. બીજે દીવસે મેં આપનું રૂપ ચિત્રમાં દેરીને બતાવ્યું. ચિત્ર દેખતાની સાથે તેણીના ચિત્તમાં કામ સંચાર થવા લાગે, તેણીએ નિશ્ચય કર્યો કે હું જે લગ્ન કરીશ તો પોત્તર પુત્ર મહાપત્રની સાથે જ કરીશ, નહિતર પ્રાણ ત્યાગ કરીશ, મેં તેના માતા પિતાને આપની પ્રત્યેને અનુરાગ બતાવ્યો, તે બન્નેએ તે કાર્ય માટે અનુમોદન કર્યું. તેમની આજ્ઞાથી હું વેગવતી નામે વિદ્યાધરી વિવાહ માટે આપને ત્યાં લઈ જાઉં છું. માટે આપશ્રી કે કરશે નહી.
મહાપદ્રકુમારને સૂરદયપુરમાં પ્રાતઃકાલ થતાંની સાથે જ વિદ્યાધરીએ શ્રીઈદ્રધનું વિદ્યાધરની પાસે લાવીને મૂક્યા, બેચરેન્દ્ર ઈન્દ્રધનુએ પોતાની પુત્રી જયચન્દ્રાનું પાણગ્રહણ મહાપદ્મકુમારની સાથે કરાવ્યું. તેણના વિવાહના સમાચાર સાંભળી જયચન્દ્રના મામાના પુત્ર વિદ્યા તથા બાહુબળના અભિમાની શ્રીગંગાધર તથા મહીધરે જયચન્દ્રાની ઈચ્છાથી મહાપદ્મ ઉપર આક્રમણ કર્યું. સસરાના લશ્કરની સહાયતાથી અને પિતાના પરાક્રમથી તે બન્નેને પરાજિત કરી ભગાડી મૂક્યા, અસાધારણ પુણ્યની રાશીએ આપેલી દિવ્યશક્તિવડે હજારે યક્ષેથી સેવાતા, ચૌદ મહાસ્વમોથી,