________________
૨૨૫
પિતાના મોટા પુત્ર વિષકુમારને પિતાની દીક્ષા લેવાની ભાવના જણાવી અને રાજ્યસન પર બેસવા જણાવ્યું. વિષ્ણુકુમારે કહ્યું કે તમે બધા મારા કલ્યાણને કરવાવાળા નથી. રાજ્યભાર વહન કરવાથી અનિષ્ઠ અને ભયંકર ભવવૃદ્ધિનું કારણ બને છે. મને રાજ્ય જોઈતું નથી, હું તે પિતાજીના માર્ગે જવાનો છું. ત્યારબાદ રાજાએ મહાપદ્મને બોલાવી પિતાને તથા વિકુમારનો દીક્ષા માટેનો વિચાર જાહેર કર્યો, મહાપદ્મ સમ્મતિ સૂચક મૌન ધારણ કર્યું.
પવોત્તર રાજાએ મહાપદ્મનો ચક્રવર્તિપદ અને રાજ્યપદનો અભિષેક કર્યો, મહાપદ્મકુમારે રાજ્યપદને પ્રાપ્ત કરી માતા તરફથી બનાવવામાં આવેલ જૈન રથયાત્રા મહાત્સવ નગરમાં અભૂત રીતે કર્યો. સુવર્ણ, પુષ્પ વિગેરેથી માતા જવાલાદેવીની પૂજા કરીને કહ્યું કે માતાજી! આપ આજ્ઞા આપે કે હું આપનું કયું કાર્ય કરું? માતાએ કહ્યું કે હે વત્સ ! રથયાત્રાથી વધીને આગળ કઈ પ્રિય વસ્તુ નથી, તને ધર્મવીર જોઈને મારા મનના મનોરથ પૂર્ણ થયા છે. દાનવીર, યુદ્ધવીર પુત્રને જન્મ આપવાવાળી માતાએ ઘણું હોય છે. પણ ધર્મવીર પુત્રને જન્મ આપનારી માતા વિરલ જ હોય છે.
રાજાના આગ્રહથી સુવ્રત સૂરિ રથયાત્રાના દિવસ સુધી પશ્નોત્તરાદિ સાધુઓની સાથે ત્યાં જ રહ્યા હતા. ચકવતિ મહાપદ્મ રાજાએ સ્થાને સ્થાને નવિન જીનમંદિરથી પૃથ્વીને ભાયમાન બનાવવાની શરૂઆત કરી, પિતાની,
૧૫