________________
૨૨૨ હાથીની તર્જના કરી, હાથી પણ રેષમાં આવી કુમારની તરફ દેડ, સ્ત્રીઓએ બુમરાણ મચાવ્યું કે હમને બચાવવાવાળા કે ઈ મહાપુરૂષને હાથી મારી નાખે છે.
ઘણે શેરબકેર સાંભળી નગરજને પણ આવી પહોંચ્યા. રાજાએ કુમારને આવા પ્રકારના દુઃસાહસથી રેક, પરંતુ કુમારે માન્યું નહીં. અને રાજાને કહ્યું કે કુલીન પુરૂષે કાર્યને શરૂ કર્યા પછી તે કામને છોડતા નથી. અને વાસાર મુઠીના પ્રહારથી હાથીને માર્યો, જ્યાં કુમારને પકડવા માટે હાથી દેડક્યો, ત્યાં જ કુમાર ચાલાકી પૂર્વક હાથીની પીઠ ઉપર ચઢી બેઠે અને મંડુકાદિ આસનથી, ચપેટાથી, પગનાઘાતથી હાથીને વશ કર્યો, લેકેએ મુક્તકંઠે કુમારની પ્રશંસા કરી. રાજાએ રૂપ તથા શૌર્યથી રાજકુમાર માની પિતાની સો કન્યાઓની સાથે તેના લગ્ન કર્યા, હાથણીઓની સાથે રહેતા હાથીની માફક સે સ્ત્રીઓની સાથે સતત કીડાઓને કરતે કુમાર ચિત્તમાં મદનાવલીનું મરણ કરતે હતે, એક દિવસ રાતના પિતાના પલંગ ઉપર સૂતેલા કુમારનું વેગવતી વિદ્યાધરીએ હરણ કર્યું. કુમાર જાગ્રતદશામાં આવ્યા ત્યારે વિદ્યાધરીએ કુમારને સમજાવ્યા, કે આપ કોધ ન કરશે, અને આપશ્રી એકાગ્રચિત્ત મારી વાતને સાંભળે.
વૈતાઢય પર્વત ઉપર સૂરદય નામે એક સુંદર નગર છે, ઈન્દ્રધનુ નામે વિદ્યાધર ઈન્દ્રની સમાન ત્યાંના રાજા છે.