________________
૩
નિમિત્તિઆના વચનને યાદ કરી તુ ચપળતા ન કર ! નિમિત્તિઆએએ જન્મ સમયે કહ્યું હતું કે છ ખંડ ભરતક્ષેત્રના અધિશ્વરનુ` સ્ત્રી રત્ન તું ખનીશ, માટે સ્ત્રીત્વ સુલભ ચપલતાથી કાઈ પુરૂષની સાથે અનુરાગ ન કર, કોઈપણ દિવસ રત્ન મનુષ્યની માંગણી કરે નહી. પણ મનુષ્ય રત્નની માગણી કરે છે. માટે શાંત મની તાપસની જેમ તારે રહેવું જોઈ એ, સમય આવે ચક્રવતિ તારી સાથે લગ્ન કરશે. વિપ્લવની શકાથી આશ્રમના કુલપતિએ કુમારને કહ્યું કે હે વત્સ ! તમારું કલ્યાણ થાવ! તમે જ્યાં જવા માટે ઈચ્છા રાખત! હા ત્યાં જલદીથી પ્રયાણ કરા, તાપસના વચન સાંભળી વિચાયુ કે એક સમયમાં એ ચક્રવર્તિ એ સાંભળી શકતા નથી, માટે ભાવીમાં હું અવશ્ય ચક્રવતિ થવાનો છું. આ મઢનાવળી મારી પત્ની બનવાની છે. એવા નિશ્ચય કરીને ત્યાંથી નીકળીને સિન્ધુ સદન પટ્ટણમાં ગયા, નગરની બહાર ઉદ્યાનમાં સ્ત્રીઓને વસતાત્સવ આનંદ. પૂર્વક ચાલતા હતા તેના કાલાહલને સાંભળી રાજાને પટ્ટહસ્તિ આલાન સ્તમ્ભને ઉખાડી નાંખી બેફામ મસ્તીએ ચઢયા, ઉપર બેસવાવાળાને નીચે પછાડી મશકની જેમ કચડી નાખ્યા, હાથીના પ્રતિકાર કાઇ નહી કરી શકવાથી તે હાથી નગરની સ્ત્રીઓને મારી નાખવાની ઇચ્છાથી ઉદ્યાન તરફ ભાગ્યા, પ્રતિકાર કરવામાં અસમથ નગરની સ્ત્રીઓ ભયથી વિધ્રૂવલ બની મૂઢની જેમ ઉભી રહી. અને મેટા સ્વરે રાવા લાગી, કુમારે તેમના સ્વર સાંભળીને નગરની સ્ત્રીઓને બચાવા માટે સિંહની માફક દોડી સિંહનાદથી.