________________
૨૫
જેના ગુણ ગવાય છે તેવી ગાન્ધર્વસેના, ડાબા હાથમાં વિણને ધારણ કરી, સાક્ષાત્ દેવી સદશ દેખાતી શિબિકામાંથી ઉતરીને સભામાં રત્નાસન ઉપર આવીને બેઠી, ને બ્રાહ્મીની જેમ વીણા વગાડવા લાગી.
ગાન્ધર્વ વિદ્યાના રચયિતા શ્રી ભરતમુનિએ જાણે કે સ્ત્રી રૂપ ધારણ ન કર્યું હોય તેવી તે સાક્ષાત્ દેવી સ્વરૂપમાં લાગતી હતી, તેણીની વિણાવાદન કલાથી સંતોષ પામેલા અને આનંદિત થયેલા તમામ યુવકોએ તાલીએ પાડી તેણીને ધ્વનિ પિકાર્યો, તેણીને વિજેતા તરીકે જાહેર કરી, અહે! ગાન્ધર્વસેનાનું વિણવાદન અદ્ભુત અને અલૌકિક છે, અમે તમામ “વાદી એ તેની સામે અમારી હાર કબુલ કરીએ છીએ અને તેણીની છતને જાહેર કરીએ છીએ.
ત્યારબાદ નગરના અને પરદેશથી આવેલા વિણવાદનમાં પ્રૌઢ બનેલા યુવાનોએ હસીને વૃષ્ણિનન્દન (વસુદેવ)ને કહ્યું કે કલાપટુ સ્કેન્દિલ! ગધર્વસેનાને જીતવાને માટે તું તારી કલા કેમ નથી બતાવતે, તે લેકેના કહેવાથી વિચક્ષણ શક્તિશાળી વસુદેવે મુખમાંથી ગુટીક કાઢી પિતે ઈચ્છાનુસાર દેવાથી અને તપલક્ષમીથી પણ અધિક એવા રૂપને પ્રકટ કર્યું.
વિશ્વના લેચનને લેભાવવાને યોગ્ય રૂપ જોઈને, ચન્દ્રમાની જ્યોતિ સદશ રૂપ જોઈને, ક્ષીરસાગરના ખાબોચીઆની જેમ ગન્ધર્વસેના ક્ષેભિત બની ગઈ,