________________
૨૧૭
પટ્ટરાણી હતી, તે રાણીએ સિંહના સ્વપ્નથી સુચિત વિષણુકુમાર નામના પ્રથમ પુત્રરત્નને જન્મ આપ્યો:
તે પ્રજાપાલ રાજાનો જીવ અગ્રુત દેવલેકમાંથી ચ્યવીને ચૌદ મહાસ્વપ્નોથી ચક્રવતિના વૈભવને બતાવવા વાળો મહાપદ્મ નામે જવાલાદેવીના બીજા પુત્ર રત્નપણે ઉત્પન્ન થયો. અનુક્રમે બને ભાઈએ મોટા થવા લાગ્યા, સર્વ પ્રકારની કળાઓ શીખ્યા, તેમાથી સૌથી મોટાભાઈ ધીર, ઉદાર અને સંપૂર્ણ અંગે પાંગ વિકસિત દેહવાળા, શાંત, રસ નિમગ્ન, કામ ક્રોધાદિ અંતર્વેરીને જીતવામાં ઉદ્યમવંત બન્યા. રાજા પોતરે વિજિગીષ ગુણેથી યુક્ત મહાપવને યુવરાજ પદે સ્થાપ્યા.
અવનિત નગરીમાં શ્રી વર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. તેને બુદ્ધિમાનોમાં શિરોમણું નમુચિ નામે મંત્રી હતે, એક વખતે શ્રી સુવ્રતસ્વામીના શિષ્ય આચાર્ય શ્રી સુવતસૂરિ વિહાર કરતા કરતા તે નગરમાં સમેસર્યા, રાજમહેલના ઝરૂખામાંથી રાજા શ્રીવર્માએ સર્વસમૃદ્ધિ સહિત મુનિને વંદન કરવા માટે જતા નાગરિકને જોયા, રાજાએ મહામંત્રી નમુચિને પૂછ્યું કે–નગરજને ક્યાં જાય છે? મંત્રીએ કહ્યું કે નગરની બહાર આવેલા શ્રમણ ગુરૂદેવને વંદન કરવા માટે જઈ રહ્યા છે, “હે રાજન! શું આપની ઈચ્છા ધર્મ શ્રવણ કરવાની છે કે ? રાજાએ! હા, કહી ત્યાં જવાને પિતાને નિશ્ચિત વિચાર કહ્યો ત્યારે મંત્રીએ કહ્યું કે રાજન ! આપ માધ્યસ્થ રહેશે. આપની સમક્ષ