________________
૨૦૭
કરતાં બીજા નાના ભાઈઓની સાથે હૃદયમાં શોકને ધારણ કરતાં સમુદ્રવિજય રાજા ચોધાર આંસુઓ વડે રોવા લાગ્યા, રાજાના રેવાનો અવાજ સાંભળી વસુદેવના આકસ્મિક મૃત્યુના બનાવથી નાગરિકે પણ શકાતુર બની બોલવા લાગ્યા કે “આજે હમારા સૌભાગ્યનો સમુદ્ર સુકાઈ ગયે, કલાકેશ ખલાસ થઈ ગયો, વસન્તના ચંદ્રમાનું તથા કામદેવનું સામ્રાજ્ય વધી ગયું. આજે સ્ફટિક રત્ન સમાન શૃંગાર રસ ભંગાર બનીને કુટી ગયે, જેમ શેરડીમાંથી રસ ચાલ્યા જાય છે તેને સંસારમાંથી સાર ચાલી ગયે, અને અસારતા વધી ગઈ છે, પરસ્ત્રીસહોદરરૂપ કુમારની વાતમાં થોડાક દેને જોતાં અમે તે દે રાજાને બતાવી કુમાકરના મૃત્યુમાં કારણરૂપ બન્યા.
આ પ્રમાણે પશ્ચાતાપ રૂપ વિલાપ કરતાં લેક ક્ષણ માત્ર તે નિચેતન બની ગયા, કુમાર વસુદેવના સમાચાર જાણ નગરની સ્ત્રીઓ અત્યન્ત શોકાતુર અને કલાન્ત ચિરવાલી બની જમીન ઉપર આળોટવા લાગી, દુઃખાબ્ધિને દૂર કરવા માટે પિતાના બન્ને હાથ ઉંચા કરી, વાળને છૂટા મૂકી, ભૂતાવળ સમાન દેખાવા લાગી.
હે કામદેવને લજજાળું બનાવનાર ! નાથ! સૌભાગ્ય સુંદર ! ફરીથી આપનું દર્શન ક્યારે થશે? આ પ્રમાણે ઉંચા અવાજે આંસુઓથી કપડાંને ભીજાવતી વિલાપ કરવા લાગી, જેના અવાજથી જાણે કે પત્થર પણ જોવા લાગ્યા, અને વજા પણ જીર્ણ થવા લાગ્યું.