________________
૨૦૮
આ પ્રમાણે શૌર્યપુર કરૂણરસથી વ્યાપ્ત બની ગયું. થોડા એક માણસે તે કલ્પાંત કરતાં કરતાં મરણને શરણ બન્યા, ઘણાએક પ્રજાજનો તપ તથા કિયા કરવા લાગ્યા. મોટા મોટા વિદ્વાનોથી પ્રતિબંધિત બની અન્તમાં સંસાર અસાર છે તેમ ઘણા માનવા લાગ્યા, સંગ અને વિયોગ એક બીજાની પાછળ રહેલા છે અને બન્ને દુઃખના કારણ રૂપ છે, એમ જાણુ યાદવની સાથે વસુદેવનું મૃત કાર્ય પતાવી વસુદેવના ગુણોને સંભારતા શોકમુક્ત બની પોતાના રાજ્યપાલનાદિ કાર્યમાં ઓતપ્રેત બન્યા.
ફરીથી દોષરહિતપણે, ક્ષત્રિય મર્યાદા સંપન્ન, સજ્જનરૂપ ચક્રવાક પ્રત્યે પ્રીતિવર્ધક શૌર તેજ વધવા લાગ્યું.
વસુદેવનું વર્ણન:- રાત્રી પૂર્ણ થયા બાદ શંક, સંતાપ, અને દુઃખરહિતપણે સુકુમાર વસુદેવ સીધા માર્ગે ચાલ્યા જતા હતા, એટલામાં રથમાં બેસીને પિતાના પીયર જતી કેઈ સ્ત્રીએ પિતાની માતાને કહ્યું કે માતાજી ! વધારે દૂર જવા માટે માર્ગમાં. ચાલતા અને થાકેલા બ્રાહ્મણને આપણા રથમાં બેસાડી લે કે જેથી અનાયાસે મળેલા લાભથી પુણ્યની. પ્રાપ્તિ થાય, તે વૃદ્ધાએ પણ પુત્રીનું કહ્યું માનીને બ્રાહ્મણને રથમાં બેસાડી પિતાના ગામ આવી, કુમાર પણ ત્યાં
સ્નાનાદિ ક્રિયાથી નિવૃત્ત થઈ ભેજન કરી સાંજના યક્ષમંદિરે ગયે. ત્યાં લેકે ના મુખથી એવું સાંભળ્યું કે વસુદેવ ચિતામાં બળી મર્યા છે. અને યાદવોએ તેની મૃતક્રિયા