________________
૨૦૬
તે તમારી તથા રાજ્યકુલની અને નગરજનોની કીતિને પ્રદર્શિત કરી છે.
હે બંધુ! આજ તમારા વિના સામ્રાજ્યની તથા રાજ્યકુલની શોભા અસ્ત પામી ગઈ છે. તારા વિના સૌભાગ્ય ચાલ્યું ગયું છે. કરૂણુ ક્ષીણ થઈ ગઈ છે. ગુરૂતા નષ્ટપ્રાયઃ બની ગઈવિનય વિવેક તે ભાગી ગયા છે, ક્ષમા તે દેખાતી જ નથી, સર્વે કલાઓ નષ્ટપ્રાયઃ થઈ ગઈ, હમારી સાથે તમારા સિવાય પુણ્ય પણ રહેવા તૈયાર નથી, તમારી ઉપર હે કુમાર ! અતિશય પ્રેમ હોવાથી વિનિતતા, સુજનિતા, નીતિ, સત્ય, આ બધું હોવા છતાં પણ પ્રિય અને મિષ્ટ વચને તમારી સાથે જ ચાલી ગયાં છે. કુલનારીઓ નગરની યુવતિઓ, તમારું સ્મરણ કરીને ધાર આંસુએ રડી રહી છે, પરંતુ તમારી કીર્તિ તમારા વિના શંકરહિત બનીને સમસ્ત વિશ્વમાં વધી રહી છે.
પણ હાય! આજે સમસ્ત જગત જિર્ણોદ્યાનની જેમ મને આનંદ આપી શકતું નથી, વિશ્વરૂપ મહેલના મુકુટના મણીની જેમ આપણે હરિવંશ છે. તેમાં તમે અતિશય ગુણવાન ધજાના વસ્ત્ર સમાન હતા, આજે તે હરિવંશ તમારા વિના નિસ્તેજ અને ભારહિત બન્યું છે.
નિર્ભાગ્ય ધુરંધર મૂર્ખ છું, કે માતાપિતાની પ્રિય થાપણ તથા ગુણ અને લાવણ્યના ખજાનારૂપ નાના સુકુ- માર ભાઈ વસુદેવને સાચવી શકે નહિ.
આ પ્રમાણે નાના ભાઈને અનેક ગુણનું સ્મરણ