________________
૧૯૭
જણું સાથે જ શિખ્યા, બને જણું યૌવનાવસ્થાએ આવીને ઊભા.
વસુરાજાના મરણ બાદ તેનો પુત્ર બૃહદ્રધ્વજ નામનો પુત્ર ભાગીને મથુરા નગરીમાં ચાલ્યો ગયો હતો, તેને રાજગૃહમાં પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. તેની સત્તાન પરંપરામાં અપ્રતિરથ અને બૃહદ્રથ નામના રાજાઓ અનુકમે થયા, તેમનો પુત્ર ત્રિખંડ ભરત ક્ષેત્રના અધિપતિ પ્રતિવાસુદેવ અલંદય અનુશાસનવાળે “જરાસંઘ” નામે થયે, એક વખત તેણે દૂત દ્વારા સમુદ્રવિજય રાજાને હુકમ કર્યો કે વિતાવ્ય પર્વતની નજીકમાં શ્રી સિંહપુર નગરના નાયક “સિંહ સ્વરૂપ” સિંહર, રાજવીને બાંધી મ્હારી સમક્ષ હાજર કરે, જે તમે તેને બાંધીને લાવશે તે તમને મારી જીવયશા પુત્રી તથા એક સમૃદ્ધ નગરી આપીશ. જરાસંઘનો આદેશ અતિદુષ્કર હેવા છતાં કાર્ય કરવા માટે વસુદેવ તૈયાર થયા, સમુદ્રવિજયના રોકવા છતાં પણ અતિ આગ્રહી વસુદેવે મટી સેના સહિત સમુદ્રવિજયની આજ્ઞા લઈ પ્રયાણ કર્યું.
વસુદેવ ઝડપી પ્રયાણ કરીને શત્રુની સીમા સુધી આવી પહોંચ્યા, સિંહ સમાન બલવાન સિંહરથ રાજા પણ સામે આવ્યું, અને સેનાઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સમુદ્રના તરંગેની જેમ વિજયલક્ષ્મિ પણ ચંચળ બની ગઈ વિજયમાળા કોના કંઠ ભાવશે તે પણ મુશ્કેલ હતું.