________________
૧૯o
છે. દૂર કરી શકે છે. દુઃખરૂપ દાવાગ્નિને શાંત કરવા માટે
ધર્મ” વર્ષા ઋતુના મેઘની સમાન છે. મનુષ્ય રૂપ વૃક્ષનું ફલ “ધર્મ” છે. અને ધર્મના બે ભેદ છે. ગૃહસ્થ ધર્સ અને સાધુ ધર્મ. પરંતુ બન્નેમાં સાધુ ધર્મ જલ્દીથી ફળ આપનાર બને છે, મુનિના ધર્મોપદેશથી નંદીષેણના ચિત્તને મોહ છેડવા લાગે, તેણે મુનિની પાસે સંયમ અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી.
મુનિએ તેને યોગ્ય જાણી દીક્ષા આપી નદીષણ મુનિએ અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. તપદ્વારા લબ્ધિઓની પ્રાપ્તિ કરી, છઠ્ઠ આદિ અનેક તપેદ્વારા કર્મમલને દૂર કરવા લાગ્યા, એક દિવસ વૈયાવૃત્યનું સ્વરૂપ ગુરૂ ભગવંતને પૂછયું ગુરૂ ભગવંતે કહ્યું કે વૈયાવૃત્યને અંતરંગ તપનો પ્રકાર બતાવવામાં આવ્યો છે. તે દ્વારા ઉત્પન્ન થયેલ પુણ્યનો નાશ થતો નથી. શાસ્ત્રાભ્યાસ, તપ અને પરિસહ ઉપસર્ગો સહન કરવા તે બધુ દરેકથી બની શકે છે. પરંતુ વિયાવચ્ચનું તપ તે કોઈક જ પુણ્યવાન કરી શકે છે.
ગુરૂ મહારાજના વચન સાંભળીને નંદીષેણ મુનિએ વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો, વૈયાવચ્ચ દ્વારા પૂર્વ જન્મના કરેલા કર્મોનો છેદ કરવા લાગ્યા, એક સમયે ઈન્દ્ર” અવધિજ્ઞાનને ઉપગ મૂકી વિચાર્યું કે ભારતક્ષેત્રમાં સર્વથી વિશિષ્ઠ તપસ્વી કેણ છે? તે વારે નંદીષણ મહા તપસ્વી જાણ સભામાં નંદીષેણ મુનિશ્વરની “ઈન્દ્ર”