________________
સતાવી રહી હતી. ફરીથી તેણે વિચાર કર્યો કે શસ્ત્રના જેવી તીણ કડવી વાણીથી તેના હૃદયને ઘા મારું અને રૂક્ષ ક્રિયારૂપ તેની ઉપર રાખ નાખું.
આ પ્રમાણે વિચારી માયાવી સાધુ બે કે હે નીચ! તે દુર્બલ પ્લાનની વૈયાવચ્ચ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેનો જરા પણ ખ્યાલ કર્યા સિવાય તું રંકની માફક પેટ ભરવા બેઠે છે. નિર્લજજ ! તું તો તારું પેટ ભરવા બેઠે છે. જ્યારે બહાર તે ભૂખ અને તરસથી પીડિત અતિસારના રોગથી વ્યાપ્ત સાધુ આવેલ છે. નંદીષેણ આહારને પાત્રમાં ઢાંકી વૈયાવચ્ચ કરવાના હર્ષથી પુલકિત બની, પાણુ માટે જ્યાં બહાર ગયા ત્યાં જ માયાવી મુનિએ કહ્યું કે શ્રાવકના ઘરનું પાણી નહિ ચાલે. અમેઘ લબ્ધિવડે નંદીષેણ મુનિએ શુદ્ધ પાણીની પ્રાપ્તિ કરી લીધી, ત્યાંથી નીકળીને બન્ને જણા દુર્બળ ગ્લાન અને રોગીષ્ટ મુનિની પાસે આવ્યા. ત્યાં તે બન્ને જણાએ નંદીષેણ મુનિને કડવા વચનોની ઝડી વરસાવવા માંડી. હું રોગથી પિડાઉં છું જ્યારે તું તે તારું પેટ ભરવા બેઠો હતો. શું તું મને મારી નાખવા માગે છે? શા માટે મેડું કર્યું? તારી સાધુતાને તથા વૈયાવચ્ચની પ્રતિજ્ઞાને ધિક્કાર છે. ' તારું મુખ જોવામાં પણ ભયાનક પાપ છે.
હે નિર્દય ! તું મારી સામેથી દૂર ભાગી જા, તું તે કાગડાથી પણ ખરાબ સ્વભાવને છે. તારાથી પ્રતિજ્ઞાનું પાલન કેમ થઈ શકે ? નદિષણ મહામુનિએ કહ્યું કે મને