________________
૧૮૯
ટુટી પડી. ત્યારબાદ તેના મામાએ ધન ખર્ચાને પણ કોઈ કન્યા સાથે પરણાવવાનું આશ્વાસન આપ્યું. પરંતુ હવે નંદીષેણના મનમાં જરાપણ આશા ન હતી, તેથી ઝેર ખાઈને મરવાનો વિચાર કર્યો, અને કેઈને પણ કહ્યા . સિવાય મામાના ત્યાંથી ભાગી છૂટયો.
રખડતે રખડત નંદીષેણ રત્નપુર નગરની બહાર ઉદ્યાનમાં આવ્ય, લતાઓથી શોભતા વૃક્ષની જેમ સ્ત્રીઓથી આલિંગિત પુરૂષોને જોઈ નંદીષેણ અધિક દુઃખી થયે, અને ઝાડ ઉપર ગળે ફાંસે નાખી મરવા માટે તૈયાર થયે, જ્યારે ઝાડ તરફ મરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે ઝાડની નીચે બિરાજમાન પ્રશમ રસામૃત, સમુદ્રરૂપ, જ્ઞાનરત્ન નિધાનયુક્ત, તપના તેજથી સૂર્યસમાન, જંગમ તીર્થ
સ્વરૂપ, એક મહા મુનિશ્વરને જોયા, મહા મુનિશ્વરના દર્શન થતાંની સાથે જ નંદીષણને અપૂર્વ પ્રકારનો આનંદ પ્રાપ્ત થયે, મુનિશ્વરને વંદન કર્યું. જમીન ઉપર બેઠે, મુનિશ્વરે જ્ઞાનબળથી તેની ભાવના જાણીને કહ્યું કે હે નંદીષેણ ! દુઃખથી આદ્ર બનીને મૂર્ખ ! તું શા માટે મૃત્યુ ઈચ્છી રહ્યો છે. •
આવી રીતે મરવાથી પ્રાણીઓ દુઃખથી મુક્ત થતા નથી. દુઃખ અને દુર્ભાગ્યાદિ તો પૂર્વજન્મના અશુભ કર્મોને વિપાક છે. તું આત્મહત્યા કરીને દુઃખ મુક્ત થવા તૈયાર થયા છે પણ! નવું દુઃખ શા માટે ઉપસ્થિત કરે છે. અશુભ કર્મના વિપાકને તે કેવલ ધર્મ મટાવી શકે